Friday, September 25, 2026
HomeGeneralમહેસાણાના એક ગામમાં વીજળી પડતા 200 કબૂતરોના કમકમાટી ભર્યા મૃત્યુ

મહેસાણાના એક ગામમાં વીજળી પડતા 200 કબૂતરોના કમકમાટી ભર્યા મૃત્યુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણા: Meshana News: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાલ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, જેના કારણે ભરઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ફરી ચિંતામાં ગરકાવ થયા છે. ત્યારે મહેસાણાના કડી તાલુકાના (Kadi News) નંદાસણમાં એક આશ્ચર્યજનક ઘટના ઘટી છે. નંદાસણના (Nandasan) શંકરપુરા વિસ્તારમાં વીજળી (lightning) પડતાં એક સાથે 200 જેટલા કબૂતરોના મોત (200 pigeons Died) થયા હતા.

ઉત્તર ગુજરાતના મહેસાણામાં બપોરેના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી ઝાપટાની શરૂઆત થઈ હતી. તે દરમિયાન નંદાસણ પાસે આવેલા શંકરપુરામાં બપોરના અરસામાં વીજળીના કડાકા ભડકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો, ત્યારે અચાનક વીજળી પડતા એક પાંજરામા રહેલા 200 જેટલા કબૂતરોના મૃત્યુ નિપજ્યાં હતા.

- Advertisement -

કમોસમી વરસાદના પગલે ખેડૂતોને પાક નિષ્ફળ જવાના કારણે ફરી એકવાર જગતના તાતને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. આજે ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતવરણ પલટો આવ્યો હતો. ત્યાર બાદ એકાએક વરસાદની શરૂઆત થઈ હતી. કચ્છમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે. તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ધીમેધારે વરસાદ કારણે વાતવરણમાં ઠંડક પણ પ્રસરી હતી.

TAG: Kadi News in Gujarati, Mehsana News, 200 pigeons Died in Nandasan

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular