Friday, June 26, 2026
HomeGujaratગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછાનો લાભ ઉઠાવીને છેતરપિંડી કરતો વ્યક્તિ ઝડપાયો, 100 લોકો...

ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછાનો લાભ ઉઠાવીને છેતરપિંડી કરતો વ્યક્તિ ઝડપાયો, 100 લોકો પાસેથી 5 કરોડ પડાવ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતના લોકોમાં વિદેશ જવાની ઘેલછા હવે છૂપી નથી રહી, લોકો વિદેશ જવા માટે કાયદેસર કે ગેરકાયદેસર કોઈ પણ રસ્તો અપનાવવા તૈયાર છે. તાજેતરમાં કેનેડા-અમેરિકા બોર્ડર ઉપર એક પરિવારના મૃત્યુની ઘટનના સામે આવી હતી જેમાં તે પરિવાર ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. લોકોની વિદેશ જવાની આ ઘેલછાના કારણે જ ગુજરાતમાં કેટલીક એવી ઠગ ટોળકીઓ કાર્યરત છે જે વિદેશ મોકલવાના અલગ અલગ રસ્તા બતાવીને લોકો સાથે છેતરપિંડી કરતાં હોય છે.

અમદાવાદ DCB દ્વારા આવા જ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, આ આરોપી છેલ્લા કેટલાક વર્ષોથી લોકોની આવી વિદેશ જવાની ઘેલછાનો લાભ ઉઠાવીને તેમની સાથે છેતરપિંડી કરતો હતો જેમાં તેને લગભગ 100 જેટલા લોકો પાસેથી અંદાજિત 5 કરોડ જેટલી રકમની ઠગાઇ કરી હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે આ મામલે સાચી હકીકત તો આગળ પોલીસ તપાસમાં જ સામે આવશે.

- Advertisement -

આ આરોપી સામે ડીસીબી, વસ્ત્રાપુર અને નારણપૂરા પોલીસ સ્ટેશનમાં અનુક્રમે 39,51,000, 15,00,000 અને 3,00,000 રૂપિયાની છેતરપીંડીના કેસ નોંધવામાં આવ્યા હતા. આ આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર ડી. બી. બારડ અને તેમની ટિમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી આ આરોપીને પકડી લેવામાં આવ્યો છે.



ધરપકડ બાદ પોલીસે જણાવ્યુ હતું કે, આરોપી હર્ષિલ પટેલ અગાઉ ગુરૂકુળ વિસ્તારમાં મારૂતી કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં સહજાનંદ ઓફ્લેટ પ્રીન્ટર્સના નામથી પ્રીન્ટીંગ પ્રેસ ચલાવતો હતો. જેમાં કંકોત્રી, બીલ બુક, વીઝીટીંગ કાર્ડ વગેરે બનાવવાનુ કામ કરતો હતો. ત્યાર બાદ આ દુકાનમાં ઉડાન હોલીડેઝ નામથી વીઝા કન્સલટન્ટ તરીકે હેમલ દવે સાથે મળી કામ ચાલુ કર્યું હતુ. જ્યાં તેમણે કેનેડાના વર્ક પરમીટ વીઝા મેળવવા આવનાર પૈસાપાત્ર હોય અને ખર્ચ કરી શકે તેમ હોય તેવા વ્યક્તિઓને કેનેડાના વર્ક પરમીટ વિઝા અપાવવાની લાલચ આપતા હતા.

- Advertisement -

તેઓ વિઝા લેવા આવતા વ્યક્તિઓને કહેતા હતા કે કેનેડામાં રહેતા મહેન્દ્ર પટેલ તેમના પિતરાઇ છે અને કેનેડામાં હોટેલ અને વ્યાપાર ધરાવે છે, તેમની સાથે ભાગીદારી કરાવીને વિઝા મેળવવા માગતા વ્યક્તિને વર્ક પરમિટ બનાવી આપશે. જેનાથી જે તે વ્યક્તિને ઝડપથી પીઆર મળી શકે. આમ આવી રીતે લોકોને લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરીને પૈસા પડાવી લેતા હતા. આમ વિવિધ પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદના આધારે અમદાવાદ DCB દ્વારા આરોપી હર્ષિલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરતાં 30મી જૂન સુધી રિમાન્ડ આપવામાં આવ્યા છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular