નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સતત ડ્રગ્સ પકડવાના અહેવાલ સામે આવી રહ્યા છે કેટલાક કિસ્સામાં તો ડ્રગ્સ પેડલરને પણ પકડવામાં આવ્યા છે. હવે હદ તો ત્યાં થઈ ગઈ છે કે પહેલા વિદેશથી ડ્રગ્સ ગુજરાતમાં આવતું હતું પણ હવે ગુજરાતમાંથી ડ્રગ્સ અમેરિકા મોકલવાનું પ્લાનિંગ હતું તે પહેલા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગ દ્વારા મોટી સંખ્યામાં કેટામાઈન ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો છે જે પોસ્ટ દ્વારા આમદવાદથી અમેરિકા મોકલવામાં આવી રહ્યો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગ દ્વારા શાહિબાગ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી રૂપિયા 2.95 કરોડના ડ્રગનું પાર્સલ પકડી પાડવામાં આવ્યું હતું. પ્રાથમિક જાણકારી મુજબ આ ડ્રગના પાર્સલને અમેરિકા મોકલવામાં આવે તે પહેલા ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાજસ્થાનના પુષ્કરના સોનુ ગોયલ નામના વ્યક્તિએ નવસારીના મિત્ર સુરેશ યાદવને તારીખ 4 મે રોજ આ પાર્સલ મોકલ્યું હતું. રાજસ્થાનના સોનુ નામના વ્યક્તિએ આ પાર્સલ અમેરિકા મોકલવા માટે જણાવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે આ પાર્સલની તપાસ કરતા 590 ગ્રામ કેટામાઈન હાઈડ્રોક્લોરાઈડનો જથ્યો મળ્યો હતો. જેની બજાર કિંમત રૂપિયા અઢી કરોડથી વધારે આંકવામાં આવી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCP ચૈતન્ય મંડલિકે જણાવ્યુ હતું કે, “ક્રાઇમ બ્રાંચ અને કસ્ટમ વિભાગે દ્વારા સાથે મળીને કેટામાઇન હાઇડ્રોક્લોરાઇડ ઝડપી પાડ્યુ છે. આ ડ્રગ્સ પોસ્ટ મારફતે અમેરિકા જવાનુ હતું. જેની આંતરરાષ્ટ્રીય બજારામાં અઢી કરોડ જેટલી કિંમત થાય છે. આ ડ્રગ્સ પુસ્કરના એક વ્યક્તિએ મોકલ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. જેની ટુંક સમયમાં ધરપકડ કરવા માટે પ્રયાસો શરુ કરી દીધા છે. આ ડ્રગ્સને પાર્ટી ડ્રગ્સ તરીકે ઓળખાય છે. જેનો વિદેશમાં અને ભારતમાં જ્યા રેવ પાર્ટી યોજાય છે ત્યાં આ ડ્રગ્સનો ઉપયોગ થાય છે.”
અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારના ડ્રગ્સનો ઉપયોગ નશા તરીકે તો થાય જ છે પણ જ્યારે કોઈ યુવતીના કોલ્ડડ્રિંકમાં યુવતીની જાણ બહાર ભેળવી દેવામાં આવે તો યુવતી બેભાન અવસ્થામાં જતી રહે છે પછી ડ્રગ્સ આપવા વાળો વ્યક્તિ યુવતી સાથે કઈ પણ કરી શકે છે. આ પ્રકારનું ડ્રગ્સ અમદાવાદમા પકડવવું તે અત્યંત ચિંતાની બાબત છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











