Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadસરદારનગરમાં સામાન્ય બાબતે ઠપકો આપતા આરોપીઓએ યુવકનું ઢીમઢાળી દીધુ, જાણો સમ્રગ મામલો

સરદારનગરમાં સામાન્ય બાબતે ઠપકો આપતા આરોપીઓએ યુવકનું ઢીમઢાળી દીધુ, જાણો સમ્રગ મામલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Crime News: ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોય તેવી રીતે ગુનેગારો બેફામ બન્યા છે. માત્ર સામાન્ય બાબતમાં ઝઘડો થતા આરોપી આવેશમાં આવી હત્યાની ઘટના અંજામ આપી રહ્યા છે. ત્યારે વધુ એક સામાન્ય બાબતે હત્યાની ઘટના અમદાવાદમાંથી (Ahmedabad) સામે આવી છે. મહિલા સાથે વિસ્તારના યુવકે મજાક કરતા મહિલાના પતિને આ બાબતે ગમી ન હતી. આ બાબતને મહિલાના પતિએ આરોપીને ઠપકો આપી ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ આરોપીએ ગતરાત્રિએ મહિલાના પતિને જાહેરમાં છરીના ઘા ઝીંક્યા હતા. યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિકોએ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. હોસ્પિટલમાં તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ અંગે મૃતકના પરિવારે સરદારનગર પોલીસે સ્ટેશન (Sardarnagar Police Station) ખાતે બે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીઓની શોધખોળ હાથધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નરોડામાં રહેતો યુવક ગોપાલ ઠાકોર ગઈકાલે રવિવારે સરદારનગરમાં આવેલા સંતોષીનગર ખાતે પોતાની સાસરીમાં ગયો હતો. આ દરમિયાન તેની પત્ની સાથે વિસ્તારના અન્ય યુવક મજાક કરતા ગોપાલ ઠાકોર રોષે ભરાયો હતો અને મજાક કરી રહેલા આરોપીઓને ઠપકો આપી ઝઘડો કર્યો હતો. જોકે મામલો ઉગ્ર બનતા સસરાએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. ત્યાર બાદ આરોપી કિરણ ઉર્ફે ટિક્ડી ફરી રાત્રે મહિલાના ઘરે આવ્યો હતો અને મહિલાના પતિ સાથે સમાધાન કરવા બહાર ચા પીવા જઈએ તેમ જણાવ્યું હતું. બંને બહાર જતા આરોપીના અન્ય એક મિત્રએ ગોપાલને પકડી રાખ્યો હતો અને કિરણે ગોપાલના પેટના ભાગે આડેઘડ છરીના ઘા ઝીંકી ભાગી ગયો હતો. ગોપાલ બૂમાબૂમ કરી લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા ગોપાલને તાત્કાલિક સારવાર માટે અસારવાની સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.

- Advertisement -

ઘટનાની જાણ યુવકના પત્ની અને પરિવારને થતા તેઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ મામલે મૃતકના પરિવારે સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે કિરણ ઉર્ફે ટિક્ડી અને રાકેશ સોનારા સામે ફરિયાદ નોંધાવી હતી. સરદારનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને ફરાર આરોપીને ધરપકડ કરવા માટે તપાસ ચક્રો ગતિમાન કર્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular