નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં એક તરફ લોકો ગરમીમાં ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે બીજી તરફ અમદાવાદ પૂર્વમાં અને પશ્ચિમના પણ ઘણા વિસ્તારોમાં પાણીનું પ્રેશર ઓછું આવે છે અથવા તો આવતું જ નથી તેવી ફરિયાદ સામે આવી છે. અમદાવાદમા પાણીની આવી ફરિયાદો સામે આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણ દ્વારા AMC કમિશનરના બંગલા આગળ આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેના કારણે શહેજાદખાન પઠાણ સહિત કોંગ્રેસનાં કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
આજે અમદાવાદનાં પાણીના પ્રશ્નો અંગેની સમસ્યાઆ કારણે AMCના વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણ અને કોંગ્રેસનાં અન્ય કોર્પોરેટર્સ કાર્યકર્તાઓ સાથે અમદાવાદ લો ગાર્ડન સ્થિત AMC કમિશનર લોચન શહેરાના નિવાસ સ્થાન અલગ પાણીની ડોલ, ટુવાલ અને બ્રશ લઈને વિરોધ કરવા પહોંચી ગયા હતા. કોંગ્રેસ નેતાઓએ AMC કમિશનરના બંગલા આગળ રોડ ઉપર બેસીને ‘હાય રે કમિશનર હાય હાય’ અને ‘પાણી આપો, પાણી આપો’ના સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસનાં નેતાઓ દ્વારા ‘કમિશનર હમારા લોચન શહેરા હૈ, પાની કે નામ પર બેહરા હૈ’ આવા પોસ્ટર લગાવીને પણ વિરોધ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ દ્વારા શહેજાદખાન પઠાણ સહિત 15 જેટલા કોંગ્રેસનાં નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. એક તરફ અમદાવાદનાં લોકને પાણી નથી મળતું તો બીજી તરફ ઘણી જગ્યાએ પાણીની પાઈપલાઈનમાં ગેરકાએદેસર જોડાણ થયા હોય તેવી ઘટનાઓ સામે આવે છે તો ઘણી જગ્યાએ પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાય છે જેના કારણે લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











