Thursday, June 4, 2026
HomeGeneralઅમદાવાદ: એસપોર્ટ પરથી 42 કરોડના હેરોઇન ડ્રગ્સ સાથે ઝિમ્બાબ્વેની મહિલા ઝડપાઇ

અમદાવાદ: એસપોર્ટ પરથી 42 કરોડના હેરોઇન ડ્રગ્સ સાથે ઝિમ્બાબ્વેની મહિલા ઝડપાઇ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં અવનવી ટેકનિક્સનો ઉપયોગ કરી લોકો ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરતાં હોય છે. તેવામાં અમદાવાદ એરપોર્ટ પર વધુ એક ડ્રગ્સ ઘુસાડવાનો કિસ્સો સામે આવ્યો છે. ઝિમ્બાબ્વેથી એક મહિલા હેડબેગમાં છુપાવીને કરોડો રૂપિયાનું હેરોઇન ડ્રગ્સ લાવી હતી. પરંતુ અધિકારીની બાજ નજરથી મહિલા બચી શકી ન હતી.



માહિતી અનુસાર, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સને ઝિમ્બાબ્વેથી એક મહિલા અમદાવાદ એરપોર્ટ પર આવી રહી છે અને તેની સાથે હેરોઇન ડ્રગ્સ લાવી રહી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ડીઆરઆઈ અધિકારીઓએ 12 એપ્રિલે એરપોર્ટ પરથી ઝિમ્બાબ્વેની મહિલાની ધરપકડ કરી હતી. આ મહિલા અબુધાબીથી અમદાવાદ આવી હતી. તેના હેન્ડ બેગની તલાશી લેતાં બેગની ચેસીસમાં સંતાડેલી બ્રાઉન પાવડરની ચાર પ્લાસ્ટિકની થેલીમાંથી 6 કિલો રૂ. 42 કરોડની કિંમતનું હેરોઈન મળી આવતાં તેની ધરપકડ કરાઈ હતી.

અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા બે મહિનામાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ અધિકારીએ ડ્રગની હેરફેરમાં સંડોવાયેલા કુલ 7 આફ્રિકનોની ધરપકડ કરી રૂ.150 કરોડથી વધુની કિંમતની 20 કિલોથી વધુના હેરોઈનની દાણચોરી પકડી છે. હેરોઇનની હેરાફેરી કરતાં લોકો જુદી-જુદી મોડસ ઓપરેન્ડી અપનાવીને ડ્રગ્સને રાજયમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતાં હોય છે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular