નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ દેશમાં મોંઘવારીની અસરથી પરેશાન લોકો ફરી એકવાર વધતી કિંમતોએ પરેશાન કરી દીધા છે. CNGની કિંમતમાં 2.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે બાદ દિલ્હીમાં CNGની કિંમત વધીને 71.61 રૂપિયા થઈ ગઈ છે. PNGના ભાવમાં પણ 4.25 રૂપિયાનો વધારો થયો છે. PNGની કિંમત દિલ્હીમાં 45.86 રૂપિયા થઈ ગઈ છે.
દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડીઝલ અને CNG-PNGના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે સામાન્ય લોકો સામે સંકટ ઉભુ થયું છે. મુંબઈમાં એક દિવસ પહેલા જ CNG અને PNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. મુંબઈમાં મહાનગર ગેસ લિમિટેડે બુધવારે જ CNG 5 રૂપિયા પ્રતિ કિલો અને PNG 4.50 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટર વધાર્યો હતો, ત્યારબાદ મુંબઈમાં CNG 72 રૂપિયા અને PNG 45.50 રૂપિયામાં વેચાઈ રહ્યો છે.
છેલ્લાં કેટલાંય સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ CNGના ભાવમાં પણ વધારો થવાનો સિલસિલો યથાવત છે. અગાઉ ગુજરાત ગેસે CNGના ભાવમાં રુપિયા 6.45નો તોતિંગ વધારો કર્યો હતો. ત્યારે એક જ અઠવાડિયામાં ગુજરાત ગેસે બીજી વખત ભાવ વધારો કર્યો છે. ગુજરાત ગેસે CNGના ભાવમાં ફરી રુપિયા 2.58નો વધારો ઝીંક્યો છે. એક અઠવાડિયામાં CNGના ભાવમાં કુલ રુપિયા 9નો વધારો ઝીંકાયો છે. આ નવો ભાવ 14 એપ્રિલ એટલે કે ગુરુવારથી લાગૂ થશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











