Saturday, June 3, 2023
HomeGujaratમુજરા કરવા હોય તો વ્યક્તિગત ફંકશનમાં બોલાવે, વડોદરા MS યુનિવર્સિટીના સેનેટે તંત્રને...

મુજરા કરવા હોય તો વ્યક્તિગત ફંકશનમાં બોલાવે, વડોદરા MS યુનિવર્સિટીના સેનેટે તંત્રને ખખળાવ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરા ખાતેની વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (Maharaja Sayajirao University) ના યજમાન પદે G-20 અતંર્ગત Youth-20નું આયોજન કરવામાં આવ્યું હતું. લાખો રૂપિયાના ખર્ચે યુનિવર્સિટીમાં યુથ-20 (youth 20 consultation) શિખરનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ, આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી (Gujarat CM), ગૃહરાજ્ય મંત્રી (Gujarat Home Minister)અને ધારાસભ્યો હાજર નહીં રહેતા ઉહાપો સર્જાયો હતો. ત્યારે યુનિવર્સિટીના સેનેટ મેમ્બર કપિલ જોશીએ રોષ ઠાલવતા કહ્યું હતું કે, આ યુનિવર્સિટીનું અપમાન છે સત્તાધીશોને મુજરા કરવાનો શોખ હોય તો પોતાના વ્યક્તિગત ફંકશનમાં બોલાવે.

લાખો ખર્ચે તાયફા શા માટે?

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે યુથ-20 શિખરનું ઝાકમઝોળ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કાર્યક્રમ ટાળે મુખ્યમંત્રી કે ગૃહરાજ્ય મંત્રી સહિતના નેતાઓ ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓ અને સેનેટ મેમ્બર રોષે ભરાયા હતા. જે બાબતે નારાજગી વ્યક્ત કરતા કપિલ જોશીએ યુનિવર્સિટી તંત્ર અને સરકારને ભારે ખરીખોટી સંભળાવી હતી. તેમણે કહ્યું હતું કે, G-20 અંતર્ગત કાર્યક્રમ આવકાર્ય છે પણ અમારો વિરોધ એ વાતનો છે કે, બે દિવસ પહેલા રાત્રે આમંત્રણ મળે છે તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી ઋષિકેશ પટેલ અને વડોદરા શહેર તેમજ જિલ્લાના ધારાસભ્યોને આમંત્રિત કર્યા હોવાનું જણાવ્યું હતું. પણ અહીં કાર્યક્રમમાં ધારાસભ્ય કેયુર રોકડીયા સિવાય કોઈ હાજર રહ્યા ન હતા. આવું કરવું તો યુનિવર્સિટીનું અમપાન છે. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર કહે છે કે, બજેટ સત્રના કારણે કોઈ નથી આવી શક્યા. પણ તો શું યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને આયોજન પહેલા આ ખબર ન હતી? જો કોઈ મહેમાન જ નથી આવવાના તો પછી આવા તાયફા શા માટે? આ તો સેનેટ મેમ્બર, વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત વડોદરાની પ્રજાનું અપમાન છે.

- Advertisement -

મુજરાનો શોખ હોય તો…

યુનિવર્સિટી તંત્ર પર બરાબર વિફરેલા જોશીએ કહ્યું કે, કોઈ આમંત્રિત મહેમાન આવવાના જ ન હતા તો લાખોના ખર્ચ કરવાની શું જરૂર હતી? કોના બાપની દિવાળી? આવા તાઘડધિન્ના શા માટે કરવા જોઈએ? જો મુજરા કરવાના શોખ હોય તો પોતાના વ્યક્તિગત ફંકશનમાં બોલાવવા જોઈએ પણ આ રીતે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પૈસા વેડફવા નહોતા જોઈતા.

ગૂગલ બોયને બોલાવ્યો પણ કંઈ ખબર જ ન હતી…

ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાંથી સિન્ડિકેટ મેમ્બર્સના વૉકઆઉટ કરવા બાબતે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. જ્યારે કાર્યક્રમમાં ગૂગલ બોય તરીકે ઓળખાતા હરિયાણાના કૌયિલ્યએ વકતવ્ય આપ્યું હતું. તેમાં કૌટિલ્યએ ક્લાઈમેટ ચેન્જ અને સમગ્ર વિશ્વની સમસ્યા ગણાવી તેનો ઉકેલ દરેક વ્યક્તિગત રીતે કામ કરીને લાવવા કહ્યું હતું. પરંતુ તેને વડોદરાની વિશ્વામિત્રી નદીના ભયંકર પ્રદુષણ બાબતે સવાલો પુછવામાં આવતા તેને આ બાબતો કોઈ જાણ નહીં હોવાનું કહ્યું હતું. આમ ટૂંકમાં કહીએ તો લાખોના ખર્ચે યુનિવર્સિટીએ કરેલો આ તાયફો સંપૂર્ણ નિષ્ફળ રહેતા જોઈ વિદ્યાર્થીઓ પણ રોષે ભરાયેલા જોવા મળ્યા હતા.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular