Thursday, April 18, 2024
HomeGeneralઅમદાવાદ 2008 બોમ્બ બ્લાસ્ટ કેસમાં 38 આરોપીઓને ફાંસી અને 11 આરોપીઓને આજીવન...

અમદાવાદ 2008 બોમ્બ બ્લાસ્ટ કેસમાં 38 આરોપીઓને ફાંસી અને 11 આરોપીઓને આજીવન કેદની સજા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 14 વર્ષે દોષીતોને કોર્ટ દ્વારા સજા આપવામાં આવી છે. આ કેસમાં પકડાયેલા 78 આરોપીઓ પૈકી 29 લોકોને પુરાવાના અભાવ અને શંકાના આધારે નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા જ્યારે 49 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા, જેમાંથી 1 આરોપી તાજનો સાક્ષી બન્યો હોવાને કારણે તેને સજામાંથી મુક્તિ આપવામાં આવી હતી. આજે કોર્ટ દ્વારા આ દોષિત જાહેર કરાયેલા આરોપીઓને માટે સજા જાહેર કરવામાં આવી છે. દોષિત 49 આરોપીઓમાંથી 38 દોષીતોને ફાંસીની સજા આપવામાં આવી છે જ્યારે 11ને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.



સરકારી વકીલ અમિત પટેલે જણાવ્યુ હતું કે, “આજે કોર્ટમાં જજ એ આર પટેલ દ્વારા 38 દોષીતોને ફાંસીની સજા આપવામાં આવી છે જ્યારે 11 દોષીતોને આજીવન કેદની સજા આપવામાં આવી છે. તમામ આરોપીઓને IPC 302 અને UAPA (Unlawful Activities (Prevention) Act) અંતર્ગત સજા આપવામાં આવી છે. આ ઉપરાંત તમામ આરોપીઓને 2 લાખ અને 85 હજારનો દંડ કરવામાં આવ્યો છે જેમાંથી એક આરોપીને 2 લાખ 88 હજારનો દંડ કરવામાં આવ્યો છે. તેમજ બોમ્બ બ્લાસ્ટમાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો તેમને કોર્ટ દ્વારા 1 લાખ રૂપિયાનું વળતર ચુકવવાનો ઓર્ડર કર્યો છે અને જે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમને 50 હજારના વળતરનો ઓર્ડર કરવામાં આવ્યો છે. જેમને સામાન્ય ઇજાઓ થઈ હતી તેમને 25 હજારનું વળતર ચૂકવવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે.”
આ તમામ આરોપીઓને IPCની કલમ 120(બી), 121(એ), 124(એ), 153(ક)(૧)(ખ), 302, 307, 326, 435, 427, 465, 467, 471, 212 તથા એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એકટ 1908 ની કલમ 3, 5, 6, 7 તથા અનલોફુલ એક્ટિવિટી પ્રિવેંશન એકટ 1967 ની કલમ 10,13,16, 18,19,20,23,38,39,40 તથા આર્મ્સ એકટ 1959 ની કલમ 25(1)(બી)(એ), 27 તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ 2000 ની કલમ 65, 66 તથા ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ 1984 ની કલમ 3, 4 મુજબ ગુનો નોંધાયો હતો અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.



અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આ આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી

1. જાહીદ ઉર્ફે જાવેદ – ફાંસી
2. ઇમરાન ઇબ્રાહીમ શેખ – – ફાંસી
3. ઇકબાલ કાસમ શેખ – ફાંસી
4. સમુસુદ્દીન શેખ – ફાંસી
5. ગ્યાસુદ્દીન અન્સારી – ફાંસી
6. મોહંમદ આરીફ કાગઝી – ફાંસી
7. મોહંમદ ઉસ્માન અગરબત્તીવાળા – ફાંસી
8. હુસૈન મન્સુરી – ફાંસી
9. કમરૂદ્દીન ઉર્ફે રાજા – ફાંસી
10. આમીલ પરવાજ – ફાંસી
11. સીબલી ઉર્ફે સાબીત – ફાંસી
12. સફદર હુસૈન નાગોરી – ફાંસી
13. હાફીજહુસૈન અદનાન – ફાંસી
14. મોહંમદ સાજીક સાદ – ફાંસી
15. અબુબસર ઉર્ફે મુફ્તી શેખ – ફાંસી
16. અબ્બાસ સમેજા – ફાંસી
17. જાવેદ અહેમદ શેખ – ફાંસી
18. મહંમદ ઇસ્માઇલ મન્સુરી – ફાંસી
19. અફઝલ ઉસ્માની – ફાંસી
20. મહંમદ આરીફ શેખ – ફાંસી
21. આસીફ શેખ – ફાંસી
22. મહંમદ આરીફ મીરઝા – ફાંસી
23. કયામુદ્દીન કાપડીયા – ફાંસી
24. મહંમદસૈફ શેખ – ફાંસી
25. જીસાન અહેમદ – ફાંસી
26. ઝીયાઉર રહેમાન – ફાંસી
27. મોહંમદ શકીલ લુહાર – ફાંસી
28. અનીક ખાલીદ મોહંમદ અકબલ ચૌધરી – ફાંસી
29. ફઝલે રહેમાન દુરાની – ફાંસી
30. મોહંમદ નૌસાદ સૈયદ અહેમદબાવા બરેલવી – ફાંસી
31. સરફુદ્દીન સત્તાર – ફાંસી
32. સૈફુર રહેમાન અન્સારી – ફાંસી
33. મોહંમદ અન્સાર સાદુલી અબ્દુલકરીમ – ફાંસી
34. મોહંમદ તનવીર પઠાણ – ફાંસી
35. આમીન ઉર્ફે રાજા – ફાંસી
36. મોહંમદ મોબીન – ફાંસી
37. મોહંમદઅબરાર મણીયાર મોહંમદ રફીક – ફાંસી
38. તૌસીફખાન પઠાણ – ફાંસી

- Advertisement -

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આ આરોપીઓને આજીવન કેદની સજા આપવામાં આવી

1. અતિકુરરહેમાન ખીલજી – આજીવન કેદ
2. મહેંદીહસન અન્સારી – આજીવન કેદ
3. ઇમરાન અહેમદ પઠાણ – આજીવન કેદ
4. મહંમદ અલી અબુબકર – આજીવન કેદ
5. રફીયુદ્દીન કાપડીયા – આજીવન કેદ
6. મોહંમદ સાદીક શેખ – આજીવન કેદ
7. મોહંમદ અબરાર મણીયાર – આજીવન કેદ
8. અનીક ખલિક – આજીવન કેદ
9. મોહંમદ નૌશાદ સૈયદ – આજીવન કેદ
10. મોહંમદ અન્સાર નદવી – આજીવન કેદ
11. મોહંમદ સાફિક અન્સારી – આજીવન કેદ

- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular