Friday, April 17, 2026
HomeGeneralઅદાણી CNG ગેસમાં ફરી ભાવ વધારો, આજથી અમલી થશે નવો ભાવ

અદાણી CNG ગેસમાં ફરી ભાવ વધારો, આજથી અમલી થશે નવો ભાવ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: CNG ગેસમાં ફરી એક વાર વધારો કરવામાં આવ્યો છે. અદાણી ગેસ દ્વારા CNGમાં એક રૂપિયાનો વધારો કર્યો છે. અમદાવાદમાં CNGનો ભાવ 82.59 રૂપિયા પાર્ટી કિલો હતો તે હવે 82.59 રૂપિયા થયો છે. આ નવો ભાવ આજથી જ અમલમાં થવાનો છે.



રાજયમાં છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલની સાથે ગેસના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. આ ભાવ વધારાના કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતાં અન્ય જીવન જરૂરિયાત ચીજવસ્તુઓનો પણ ભાવ વધારો થઈ રહ્યો છે. ચાર દિવસ પહેલા ગુજરાત ગેસે સીએનજીની કિંમતમાં વધારો કર્યો હતો. ત્યારે હવે અદાણીએ ગેસના ભાવ વધાર્યાં છે.

PNG ગેસના ભાવમાં પણ વધારો નોંધાયો છે. ઘર વપરાશમાં 1.60 mmbtu સધીના વપરાશ પર ભાવ 1369 રૂપિયાથી વધારીને 1397 રૂપિયા કરવામાં આવ્યા છે, તેનાથી વધારેના વપરાશ ઉપર રૂ. 1397ના બદલે 1425 રૂપિયા ચુકવવાના રહેશે. CNG ગેસના ભાવ વધારાની સીધી અસર રિક્ષા ચાલકો પર પડી છે. અમદાવાદમાં ગઇકાલે જ રિક્ષા ચાલકોએ CNGના ભાવ વધારાના વિરોધમાં હડતાળ પર ઉતાર્યા હતા. પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવથી કંટાડીને ગાડીમાં CNG કીટ ફિટ કરાવનારાના પણ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular