Wednesday, April 22, 2026
HomeNationalLG સામે વિરોધ કરવા AAPના તમામ ધારાસભ્યો આજે રાત્રે દિલ્હી વિધાનસભામાં રહેશે

LG સામે વિરોધ કરવા AAPના તમામ ધારાસભ્યો આજે રાત્રે દિલ્હી વિધાનસભામાં રહેશે

- Advertisement -

નવજીવન. નવી દિલ્હીઃ દિલ્હીમાં રાજકારણ ગરમાયું છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. દિલ્હીના એલજીના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP)ના તમામ ધારાસભ્યો આજે રાત્રે દિલ્હી વિધાનસભામાં રહેશે. હાલના દિવસોમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે મતભેદો સામે આવ્યા છે. AAP ધારાસભ્ય દુર્ગેશ પાઠકે સોમવારે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના પર મોટો આરોપ લગાવ્યો છે અને તેમને પદ પરથી હટાવવાની માંગ કરી હતી. તેમણે LG પર 1400 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો છે. ધારાસભ્યનો આરોપ છે કે જ્યારે તેઓ ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના અધ્યક્ષ હતા ત્યારે તેમણે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હતું.

ધારાસભ્યએ કહ્યું, “નોટબંધી દરમિયાન, કાળું નાણું સફેદ કરવામાં આવ્યું હતું. નોટબંધી દરમિયાન જ્યારે લોકો ભૂખ્યા હતા, પરેશાન હતા, ત્યારે અમારા લેફ્ટનન્ટ ગવર્નર 1400 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા હતા. બે કેશિયર સંજીવ કુમાર અને પ્રદીપ યાદવનો આભાર કે જેમણે બધી વાત કરી.” ધારાસભ્યના જણાવ્યા અનુસાર, ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના મુખ્ય કેશિયર સંજીવ કુમારે આ નિવેદન આપ્યું હતું, “મેં બિલ્ડીંગ મેનેજરના કહેવા પર 500 અને 1000 રૂપિયાની નોટો સ્વીકારી હતી. હું નોટબંધીમાં રોકડ જમા કરતો હતો.

- Advertisement -

ધારાસભ્યએ કહ્યું કે સંજીવ કુમાર રજા પર ગયા પછી કેશિયર બનેલા પ્રદીપ યાદવે પણ કહ્યું કે અમને નોટ બદલવા માટે બોલાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે અમારી બ્રાન્ચમાં 22 લાખ રૂપિયાની હેરાફેરી થઈ છે. દેશભરમાં ખાદી ગ્રામોદ્યોગની 7000 શાખાઓ છે.” AAP ધારાસભ્ય દુર્ગેશ પાઠકે કહ્યું, “CBIમાં કેસ નોંધવામાં આવ્યો હતો પરંતુ LGનું નામ પણ લખવામાં આવ્યું ન હતું. ન તો સીબીઆઈએ દરોડા પાડ્યા, ન તો એફઆઈઆરમાં નામ લખ્યું. આવી સ્થિતિમાં અમે માંગ કરીએ છીએ કે વિનય કુમાર સક્સેનાનું નામ CBI FIRમાં સામેલ કરવામાં આવે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular