Sunday, October 26, 2025
HomeGujaratAhmedabadવૃધ્ધે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર રિક્ષા ઉભી રાખી અને… જીવન ટૂંકાવ્યું, જાણો...

વૃધ્ધે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર રિક્ષા ઉભી રાખી અને… જીવન ટૂંકાવ્યું, જાણો કેમ…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના ઈસ્કોન બ્રિજ (Ahmedabad ISKCON Bridge) પરથી કૂદી વૃદ્ધે આત્મહત્યા કરતા સ્થળ પર હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. વૃધ્ધ રિક્ષા ચાલકે અચાનક જ એસ.જી. હાઈવે (SG HighWay) પર આવેલા ઈસ્કોન બ્રિજ પરથી પડતું મૂકતા મોતને ભેટ્યા હતા. આ સમયે બ્રિજ નીચેથી પણ કેટલાક વાહન ચાલકો પસાર થઈ રહ્યા હતા જે સહેજ રહી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસે આત્મહત્યાની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી બ્રિજ પરથી કૂદી આત્મહત્યા કરવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. ત્યારે એવો જ વધુ એક બનાવ અમદાવાદ શહેરના S G રોડ પર આવેલા ઈસ્કોન બ્રિજ પર સામે આવ્યો છે. જેમાં વેજલપુરમાં રહેતા માંગલાલ ખટિક નામના વૃધ્ધ રિક્ષા ચાલકે બ્રિજ પરથી પડતું મુકતા મોતને ભેટ્યા હતા. બપોરના સમયે બનેલી આ ઘટનામાં અન્ય લોકો કે જેઓ બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યા હતા તેઓ સહેજ માટે રહી ગયા અન્યથા કેટલાય લોકો અકસ્માતનો ભોગ બની ગયા હતો. મહત્વની વાત છે કે બ્રિજ પરથી પસાર થઈ રહેલા લોકોને જરા પણ સમજાય તે પહેલા અચાનક જ માગંલાલે રિક્ષા થોભાવી અને પુલ પરથી પડતું મુકી દીધું હતું.

- Advertisement -
આ પણ વાંચો: અમદાવાદમાં નકલી નોટનું કારખાનું ઝડપાયું, પોલીસે 25 લાખના મુદ્દામાલ સાથે આરોપી ઝડપ્યો

આ ઘટનાની જાણ થતા જ માંગીલાલના પરિવારજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હાલ પોલીસ ઘટનાની નોંધ કરી માંગીલાલની આત્મહત્યાનું કારણ જાણવા પ્રયત્નશીલ છે. પરંતુ માહિતી મળી રહી છે કે માંગીલાલ લાંબા સમયથી બિમારીથી પીડાતા હતા. પરંતુ પરિવારના લોકોને ભરોસો નથી કે એટલા કારણથી જ માંગીલાલ આવું પગલું ભરી શકે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular