Wednesday, February 18, 2026
HomeGujaratMorbiમોરબીમાં યુવતીની છેડતી કરતા આધેડની શાન આવી ઠેકાણે, યુવતીઓએ જાહેરમાં જ ચખાડ્યો...

મોરબીમાં યુવતીની છેડતી કરતા આધેડની શાન આવી ઠેકાણે, યુવતીઓએ જાહેરમાં જ ચખાડ્યો મેથીપાક

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મોરબી: Morbi Girl Molestation : ગુજરાત સરકાર દ્વારા સતત દાવા કરવામાં આવે છે કે, ગુજરાતની મહિલાઓ સુરક્ષિત અને સલામત (Woman Safety) છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં મહિલાઓએ જાતે જ પોતાનું રક્ષણ કરવું પડ્યું હોય. થોડા દિવસ અગાઉ કેટલીક વિદ્યાર્થિનીઓની છેડતી (Girl Molestation) કરતાં યુવકેને વિદ્યાર્થિનીઓએ જાહેરમાં જ માર માર્યો હતો અને આ ઘટનાનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. ત્યારે હવે મોરબી (Morbi) જિલ્લામાંથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. જેનો પણ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Video Viral) થઈ રહ્યો છે.

પ્રાથમિક જાણકારી મુજબ, મોરબીમાં શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ બપોરે 1 વાગ્યાના સમયે સુપર માર્કેટ પાસેથી પોતાના ઘરે જઈ રહી હતી, તે દરમિયાન સુપર માર્કેટ પાસે ઊભેલા એક આધેડે વિદ્યાર્થિનીઓની છેડતી કરી હતી. ત્યાર બાદ યુવતીઓ ખૂબ જ ઉશ્કેરાઈ હતી અને હિંમત કરી આધેડને જાહેરમાં જ મેથીપાક ચાખડ્યો હતો. ઘટનાને પગલે આસાપસના લોકો પણ વચ્ચે પડ્યા હતા અને વિદ્યાર્થિનીઓને શાંત પડી હતી. હાલ સોશિયલ મીડિયામાં વિદ્યાર્થિનીઓ દ્વારા આધેડને માર મારતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, વિદ્યાર્થિનીઓએ આ રોડસાઈડ રોમિયોને જાહેરમાં જ માર મારીને માફી પણ મગાવી હતી.

- Advertisement -

ત્યારબાદ વિદ્યાર્થિનીઓએ 181 પર કોલ કરીને અભયમ ટીમને જાણ કરતા મહિલા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રોમિયાગીરી કરતા આધેડની અટકાયત કરી તેની સામે છેડતી સહિતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. પોલીસ તપાસમાં છેડતી કરનાર આધેડનું નામ ઓધવજી ઓધવિયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે બીજી તરફ છેડતીની સતત બનતી ઘટનાને લઈ હવે યુવતીઓ પણ જાગૃત બની છે અને આવા રોમિયાગીરી કરતા વ્યક્તિઓને જાહેરમાં જ પ્રતિકાર આપી રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular