નવજીવન ન્યૂઝ.નવસારીઃ ધોરણ 12ના નવસારીના વિદ્યાર્થીનું પરીક્ષા પહેલા હાર્ટ એટેક આવતા મોત થયું છે. શહેરની વિદ્યાકુંજ શાળામાં કોમર્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરતા ઉત્સવ નામના વિદ્યાર્થીનું મોત થયાની માહિતીએ પરિવારને હચમચાવી મુક્યો છે, તે પરીક્ષા સેન્ટર પર જવા માટેની તૈયારી કરી રહ્યો હતો ત્યારે એટેક આવ્યો હતો અને તે સમયે તેને સારવાર માટે પરિવાર હોસ્પિટલમાં લઈ ગયો હતો. ખાનગી હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેને તપાસતા તે મૃત્યુ પામ્યો હોવાનું જાહેર કર્યું હતું. વ્હાલા ઉત્સવના મોતના અહેવાલ પરિવાર માટે આઘાત જનક બન્યા છે.
આ બનાવ અંગેની જાણ થતાં ડીડીઓ અને કલેક્ટર પણ વિદ્યાર્થીના પરિવારને શાંત્વના આપતા હોસ્પિટલ દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પણ ચાલુ પરીક્ષા દરમિયાન એક ધોરણ 12ના વિદ્યાર્થીને એટેક આવ્યો હતો, તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો પરંતુ તેણે જીવ છોડી દીધો હતો. આવી જ ઘટના હવે નવસારીમાં પણ બની છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ સોમવારથી શરૂ થઈ છે. ત્યાં સુધીમાં ગુજરાતમાં આવી બે ઘટનાઓ બની જેમાં વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે. ઉપરાંત બેસુદ થવા જેવા પણ બનાવો બનતા જાણવા મળ્યા છે. અમદાવાદમાં બનેલી આ ઘટનાાં વિદ્યાર્થી સીએલ હાઈસ્કૂલ રખિયાલ ખાતે કોમર્સમાં અભ્યાસ કરતો હતો. મહોમદ અમન આરીફ શેખ નામનો આ વિદ્યાર્થી પરીક્ષા આપતો હતો ત્યારે તેને ઉલ્ટીઓ થતી હોવા છત્તાં તે પેપર આપવા બેઠો રહ્યો. થોડીવારમાં જ તેને વધુ પરસેવો થવા લાગતા સુપરવાઈઝરે તુરંત 108 એમ્બ્યૂલન્સ બોલાવી. એમ્બ્યૂલન્સના ઈએમટી સ્ટાફ દ્વારા તપાસ કરાતા તેને હાઈ બીપી હોવાનું સામે આવ્યું હતું.
આ વિદ્યાર્થી કોમર્સમાં અભ્યાસ કરતો હતો. તેને જ્યારે એટેક આવ્યો ત્યારે તે પરીક્ષા કેન્દ્ર પર જવાની તૈયારીઓમાં હતો. જોકે પરિવાર તેને લઈ હોસ્પિટલ દોડ્યો પરંતુ મોડું થઈ ગયું હતું. તેના મૃત્યુની વિગતો મળતા કલેક્ટર અને ડીડીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
![]() |
![]() |
![]() |











