નવજીવન ન્યૂઝ. અમદાવાદ: રાજયમાં તાજેતરમાં લેવાયેલી વનરક્ષકની પરીક્ષામાં વધુ વિવાદ સામે આવ્યા છે. મહેસાણાની શાળા બાદ અનેક જિલ્લાઓમાં ગેરરીત થઈ હોવાની ફરિયાદો વિધાર્થીઓએ કરી હતી. ત્યારે સમગ્ર પેપર વિવાદમાં વધુ એક ઘટસ્ફોટ વિધાર્થીનેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે.
યુવરાજસિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે, વનરક્ષકનું પેપર 1 વાગે સોશિયલ મીડિયાના બે ગ્રૂપમાં વાઇરલ થયું હતું. જે વ્યક્તિ દ્વારા આ પેપર વાઇરલ કરવામાં આવ્યું તે ભાવનગરમાંથી વાઇરલ થયું હતું. આ પેપર શિક્ષણમંત્રીના મત વિસ્તાર ભાવનગરમાંથી વાઇરલ થયું છે. પાલિતાણામાં ચાલતી કોચિંગ ઈન્સ્ટિટ્યુડની જગ્યાએથી પેપર વાઇરલ થયું છે.
વધુમાં જણાવતા કહ્યું કે, વિધાર્થીઓ દ્વારા જે પુરાવા મળ્યા છે તે આધારે જે શાળામાં ચિટિંગ થઇ હોય તેના પણ અમે શાળાના નામ જોગ અમે તમામ માહિતી આપી રહ્યા છે આને હવે પેપર લીક ગણવું કે કોપી કેસ ગણવું?, સરકાર આ બાબતે ઝડપીથી નિર્ણય લઈને તપાસ હાથ ધરે. શિક્ષણમંત્રીએ પેપર ફૂટયા અંગે પુરાવા હોય તો આપવાનું કહ્યું હતું, પુરાવા ભેગા કરવાનું કામ વિધાર્થીઓનું હોય તો અત્યારે તપાસ એજન્સીઓનું કામ શું છે?, પુરાવા એકત્રિત કરવાનું કામ સરકાર અને તપાસ એજન્સીઓનું છે.
ચાલુ પરીક્ષા દરમિયાન બે સોશિયલ મીડિયા ગ્રૂપમાં પેપર વાઇરલ થયું હતું, જેમાં અંદાજિત 250 જેટલા લોકો છે જેથી આ પેપર કેટલા લોકો સુધી પહોંચ્યું તેનો અંદાજો લગાવી ન શકાય, અમે તેના પુરાવા આપ્યા છે હવે આ વિષય તપાસ એજન્સીનો છે, આ પેપર શરૂ થતાં પહેલા જ બહાર કાઢવામાં આવ્યું હોય તો જ સોશિયલ મીડિયામાં ફરતું થયું હોય. 25 શાળાઓમા પેપર ચિટિંગ થયું હતું. ઉનાવા, નર્મદા, રાજપીપળા, તળાજા, રાજકોટ જેવી અનેક જગ્યાએ ગેરરીત થઈ છે. જેથી પરીક્ષાકેન્દ્રના CCTVની તપાસ થવી જોઈએ. જો ગેરરીતનો વ્યાપ મોટો હોય તો પરીક્ષા રદ્દ સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












