Friday, July 3, 2026
HomeGeneralરાજકોટઃ વીજચોરીમાં જેલમાં ધકેલી દેવાની બીક બતાવી 2 લાખ માગનારા રંગા-બિલ્લા હવે...

રાજકોટઃ વીજચોરીમાં જેલમાં ધકેલી દેવાની બીક બતાવી 2 લાખ માગનારા રંગા-બિલ્લા હવે જેલમાં જશે

- Advertisement -

નવજીવન ન્યુઝ. રાજકોટઃ રાજકોટમાં પી.જી.વી.સી.એલનો કર્મચારી ACBના સકંજામાં આવી ગયો છે. વીજ ચોરીનો કેસમાં ફરીયાદીને ડરાવી તેની પાસેથી લાંચની માગળી કરી હતી. જો કે લાંચીયાબાબુ લાંચ લેવા જતા ACBના હાથે ઝડપાયા છે. એક તરફ રાજ્યમાં વીજ સંકટની ચર્ચા વચ્ચે વીજચોરી કરતા અડકાવવાના બદલે અઘિકારીઓ ખીસ્સુ ગરમ કરવામાં વ્યસ્ત હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે.



આ કામના ફરિયાદીને પી.જી.વી.સી.એલ. વિંછીયા વર્ગ-૨ના નાયબ ઇજનેર દેવેન્દ્ર ખુશાલસિહ દાંતલાએ ફરિયાદીને ડાયરેકટ તાર નાંખી વીજ ચોરી કરી હોવાનું જણાવ્યુ હતુ. નાયબ ઇજનેરે વિજચોરીનો ગુન્હો દાખલ કરવા અને તેમાં પાંચ લાખનો દંડ તથા જેલની સજા કરાવવાનો ડર બતાવી જો ગુન્હો દાખલ ન થવા દેવો હોય તો રૂપીયા ૨,૦૦,૦૦૦ નો વહીવટ કરવાનું જણાવ્યુ હતુ.જે અંગે ફરીયાદીએ રકઝક કરતા અને ઓછુ કરવા જણાવતા ૮૦,૦૦૦ અને અંતે ૬૦,૦૦૦ આપવા જણાવ્યુ હતું.

ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.જે ફરિયાદના આધારે તા.૨૫.૦૩.૨૦૨૨ના રોજ વિંછીયા ખાતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યુ હતુ. તે દરમિયાન નાયબ ઇજનેર દેવેન્દ્રએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ૬૦,૦૦૦ની લાંચની રકમ માંગી અને સ્વીકાર અન્ય આરોપી અજયભાઇ જવેરભાઇ ડાભી (ખાનગી)ને આપી એક બીજાને મદદગારી કરી પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કરતા ઝડપાઇ ગયા હતા.



- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular