નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતનાં આદિવસી સમાજના લોકો દ્વારા આજે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ‘આદિવાસી સત્યાગ્રહ’ નામનું આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારથી જ સમગ્ર ગુજરાતમાંથી આદિવાસી સમાજના નેતાઓ અને લોકો એકત્રિત થઈને ગાંધીનગર આવી રહ્યા હતા. સત્યાગ્રહ છાવણી ખાતે આ આદિવસી સમાજના લોકો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે, આ આંદોલનને ગુજરાત કોંગેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. આ આંદોલનને સમર્થન આપવા માટે ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ જગદીશ ઠાકોર, ગુજરાતનાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા ઉપરાંત હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી, ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ હજાર રહ્યા હતા. આ તમામ નેતાઓ અને આદિવાસી સમાજના અનેક નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.
કેન્દ્ર સરકારની તાપી-પાર-નર્મદા લિન્ક યોજનાના વિરોધમાં દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી સ્થાનિક આંદોલન ચાલી રહ્યું હતું, તેમ છતાં તેમની માગો ઉપર કોઈ નિર્ણય ન આવતા હવે તેમણે ગુજરાતનાં પાટનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ‘આદિવાસી સત્યાગ્રહ’નું અવાહન આપ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી આદિવાસી સમાજના લોકો એકત્રિત થ્ય છે અને ગુજરાત કોંગ્રેસનાં નેતાઓ પણ તેમણે સમર્થન આપવા માટે ગાંધીનગર પહોંચ્યા છે.

નેતાઓની અટકાયત અંગે વાત કરતાં ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમે જણાવ્યુ હતું કે, “આ તમામ લોકો સભાસથાળ છોડીને રસ્તા પર કુચ કરવા જઈ રહ્યા હતા. જેના કારણે તેમની અટકાયત કરવામાં આવી છે, અંદાજિત 100 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. આ લોકોની તકેદારીના ભાગ રૂપે અટકાયત કરવામાં આવી છે. તેમને સાંજે છોડી દેવામાં આવશે.”
કોંગેસના નેતા હાર્દિક પટેલ, સુખરામ રાઠવા, જગદીશ ઠાકોર, અમિતા ચાવડા સાહતી જિગ્નેશ મેવાણી અને આદિવસી સમાજના અનંત પટેલ જેવા નેતાઓની અટકાયત કરી લેવામાં આવી છે. તેમની અટકાયત કરીને તેમણે ગાંધીનગર એસપી ઓફિસ લઈ જવામાં આવ્યા છે. ત્યાં તેમની ઉપર કાર્યવાહી કરીને સાંજ સુધીમાં તેમને છોડી દેવામાં આવશે.
અટકાયત સમયે કોંગ્રેસ નેતાઓએ જણાવ્યુ હતું કે, “ભાજપ દ્વારા પોલીસ બળનો ઉપયોગ કરીને આ આંદોલન ટોપદ્વનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ અમે આદિવાસી ભાઈ સાથે હતા અને રાહુશું. આ આંદોલન જ્યાં સુધી આદિવાસી ભાઇઓની માગ પૂરી નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે.”

આ જ સમયે વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યુ હતું કે, “સમગ્ર ગુજરાતનાં દલિતો વતી હું અહિયાં આ આદિવાસી ભાઈઓને સમર્થન આપવા આવ્યો છું, ગુજરાતનો દલિત સમાજ આદિવસી સમાજની સાથે છે. બાબાસાહેબના બંધારણ મુજબ પોતાના અધિકારો માટે લડી રહેલા આદિવાસી ભાઈની સાથે હું ઊભો રહીશ.”
![]() |
![]() |
![]() |











