લતીફ ભાગ-17 : રાધિકા જીમખાના Radhika Gymkhana હત્યાકાંડે હાહાકાર મચાવી દીધો હતો. પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો હતો, પણ કાયમની જેમ લતીફ (Latif) અને શરીફખાન Sharifkhan સલામત નિકળી જતાં અને નાના ટપોરી પકડાઈ જતા હતાં. ક્યારેક ગુસ્સામાં આવેલી પોલીસ સામાન્ય મુસ્લિમોને પણ પકડી પુરી દેતી હતી. લતીફ (Latif) ને રાજકિય રક્ષણ હતું તેમાં કોઈ બેમત ન્હોતો. આ આખી બાબતથી સૌથી વધુ કોઈ નારાજ હોય તો કોંગ્રસના સાંસદ રઉફવલીઉલ્લાહ Raufwaliullah હતાં. તેઓ એક શિક્ષિત અને અભ્યાસુ વ્યક્તિ હતાં. કોંગ્રસના સાંસદ રઉફવલીઉલ્લાહ Raufwaliullah ને વ્યક્તિગત રીતે ચીમનભાઈ પટેલ Chimanbhai Patel ને કોંગ્રેસમાં સામેલ કરવામાં આવ્યા તેની સામે અને ચીમનભાઈ પટેલ Chimanbhai Patel ની સરકારમાં કોંગ્રેસ સામેલ થાય તે વાત ત પસંદ ન્હોતી. તેઓ કાલુપુરમાં જ ઉછર્યા હોવા છતાં જાહેરમાં લતીફ (Latif) નો વિરોધ કરતા હતાં. લતીફ (Latif) નો સિતારો ચમકતો હતો હતો ત્યારે લતીફ (Latif) ની વિરૂદ્ધ બોલવાની હિમંત કરવી બહુ મોટુ કામ હતું પણ રઉફ પોતાના જીવનની પરવા કર્યા વગર પોતાનો મત જાહેરમાં કહેતા હતાં.
સાંસદ રઉફ Rauf માં રાજય સરકારમાં કોઈની સાથે મિત્રતા હોય અથવા ભરોસો હોય તો તે ગૃહમંત્રી સી. ડી. પટેલ C.D.Patel ઉપર હતો. તેઓ અવારનવાર સી. ડી. પટેલ C.D.Patel પાસે જઈ લતીફ (Latif) ને નાથવા માટે કહેતા હતાં. સી. ડી. પટેલ C.D.Patel કોંગ્રેસના ધારાસભ્ય હોવા છતાં, તે જુદી માટીના માણસ જ હતાં. તેઓ પોતાના કામ અને વાતમાં પ્રમાણિક હતા, તેઓ જે બોલતા તે પાળતા હતાં. જો કે મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલને Chimanbhai Patel ગૃહમંત્રી પટેલની કાર્યપ્રણાલી પસંદ પડતી ન્હોતી. સી ડી પટેલે C.D.Patel તે જમાનામાં ચીમનભાઈ પટેલ Chimanbhai Patel ના ખાસ ગણાતા રામાનાથા ગઢવી Ramanatha Gadhvi ના ઘરે દરોડો પડાવી હથિયારોનો મોટો જથ્થો પકડ્યો હતો. સી. ડી. પટેલ C.D.Patel વ્યવસાયે વકિલ હતા, તેના કારણે તેમને આઈપીસી અને સીઆરપીસી કલમની પાક્કી સમજ હતી. મોટા પોલીસ અધિકારીઓ પણ તેમને માનથી જોતા હતા અને તેમને મુર્ખ બનાવી શકતા ન્હોતા.
ભાજપે જયારે ચીમનભાઈ પટેલ Chimanbhai Patel ની સરકારનો ટેકો પાછો ખેંચી લીધો અને કોંગ્રેસ ટેકો આપી સરકારમાં ભાગીદાર થઈ તેમાં સી. ડી. પટેલ C.D.Patel ને કેબિનેટ કક્ષાનો ગૃહ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો. સી ડી પટેલ C.D.Patel ના પુત્ર સુનીલ પટેલ Sunil Patel ની ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં ધિકતી પ્રેક્ટિસ ચાલતી. એક સાંજે સી. ડી. પટેલે C.D.Patel પોતાના પુત્ર સુનીલ Sunil ને ઘરે બોલાવી સલાહ આપી કે તેઓ પોતે જયાં સુધી ગૃહ પ્રધાન છે ત્યાં સુધી સુનીલે હાઈકોર્ટમાં પાસાના કોઈ આરોપીનો કેસ ન લેવો જોઈએ, કારણ પોલીસ પાસા કરતી હોય છે અને તેઓ ગૃહ પ્રધાન છે. ત્યારે પોલીસના તમામ પગલાં માટે તેઓ ગૃહમંત્રી તરીકે જવાબદાર છે. આવી સ્થિતિમાં જો સુનીલ Sunil મેરીટ ઉપર પણ કોઈ પાસાના આરોપીને છોડાવે તો લોકો કહેશે કે પિતા પાસાનો હુકમ કરે છે અને પુત્ર છોડાવે છે. પિતા-પુત્રની મીલીભગત છે. સુનીલ પટેલ Sunil Patel ને પિતાની વાત બરાબર સમજાઈ ગઈ અને જયાં સુધી સી. ડી. પટેલ C.D.Patel ગૃહમંત્રી રહ્યા ત્યાં સુધી તેમણે પાસાનો એક પણ કેસ લીધો નહીં.
સી. ડી. પટેલ C.D.Patel નો આ પ્રકારનો વ્યવહાર ચીમનભાઈ પટેલ Chimanbhai Patel માટે અસહ્ય હતો. કારણ કે ચીમનભાઈ પટેલ Chimanbhai Patel તમામ નિર્ણયો પહેલા રાજકિય સમીકરણો જોઈ જતાં હતાં. જ્યારે સી. ડી. પટેલ C.D.Patel માત્ર કાયદાની જ વાત કરતા હતા, ત્યારે રઉફ Rauf લતીફ (Latif) ના મુદ્દે સરકાર ઉપર દબાણ કરતા હતાં. આવા અનેક મુદ્દા હતા જેમાં ચીમનભાઈ પટેલ Chimanbhai Patel અને સી. ડી. સામ-સામે ઉભા હતાં. પરંતુ હવે લતીફ (Latif) સુધી તે વાત પહોંચી ગઈ હતી કે પોલીસનું તેની ઉપર વધી રહેલા દબાણનું કારણ રઉફવલીઉલ્લાહ Raufwaliullah જ છે. રાધીકા જીમખાના Radhika Gymkhana ની ઘટના પછી સી. ડી. પટેલ C.D.Patel પોલીસ ઉપર ભારે નારાજ થયા હતાં અને તેમણ કોઈ પણ ભોગે લતીફ (Latif) ને ઝડપી લેવા માટે સુચના આપી હતી. પોલીસની અલગ અલગ ટીમો તૈયાર હતી, પણ લતીફ (Latif) તેમની પકડથી ખાસો દુર હતો.
બીજી વાસ્તવિકતા એવી હતી કે લતીફ (Latif) અને શરીફ Sarif ની અવરજવર પોપટીવાડ Popatiyawad માં તો હતી પણ પોલીસ અધિકારીઓ હજી પોપટીયાવાડ Popatiyawad તરફ માથુ રાખી સુઈ શકવાની હિમંત કરતા ન્હોતા. જેના કારણે બહારના ભાગે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં પોપટીયાવાડ Popatiyawad માં પોતાનો તમામ કારોબાર બરાબર ચલાવી રહ્યો હતો. પોલીસ કાગળ ઉપર જ લતીફ (Latif) ને પકડવાની કાર્યવાહી દર્શાવતી હતી. આમ છતાં જે કંઈ પોલીસ દ્વારા થઈ રહ્યુ હતું તે ખુબ જ નાનો પ્રયાસ હોવા છતાં એક દસકામાં પહેલી વખત થઈ રહ્યુ હતું.
આ આખી સ્થિતિ એક માત્ર સાંસદ રઉફવલીઉલ્લા Raufwaliullah ને કારણે થઈ રહી છે તેવું લતીફ (Latif) નાં મનમાં બરાબર ઠસાવી દેવામાં આવ્યુ હતું. એક દિવસ લતીફ (Latif) ના ઘરે લેન્ડ લાઈન ઉપર ફોન આવ્યો. સ્વભાવીક રીતે ફોન ઉપાડવાની જવાબદારી સંભાળનાર ગેંગસ્ટરે ફોનનું રિસીવર લતીફ (Latif) ને આપતા કહ્યુ ભાઈ ગાંધીનગર Gandhinagar સે ફોન હે, ફોન લેતા લતીફે (Latif) પોતાની ગુજરાતી મિશ્રિત હિન્દીભાષામાં સામેથી વાત કરી રહેલી વ્યક્તિ સાથે બહુ અદબથી વાત કરી ફોન મુક્યો હતો.
ફોન મુક્યા પછી લતીફ (Latif) એક ક્ષણ માટે શાંત થઈ ગયો તે કંઈક વિચારી રહ્યો હતો. ફોન રિસીવ કરનાર લતીફ (Latif) નો સાગરીત લતીફ (Latif) ના ચહેરા ઉપરના હાવભાવ વાંચી રહ્યો હતો. લતીફ (Latif) ની તેની સામે નજર ગઈ અને તેણે એટલું કહ્યુ અબ રઉફ Rauf કા ગેઈમ કરને કા વક્ત આ ગયા હૈ, રઉફા Rauf કા ગેઈમ કર ડાલો, રઉફવલીઉલ્લા Raufwaliullah કોઈ સામાન્ય માણસ ન્હોતા, તેઓ સત્તાધારી કોંગ્રેસ પક્ષના સાંસદ હતાં. તેમને ગુજરાતના નેતાઓ જ નહીં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી Rajiv Gandhi પણ બહુ માન આપતા હતાં, પણ લતીફે (Latif) રઉફ Rauf ની હત્યા કરી નાખવાની સુચના આપી હતી.
(ક્રમશ:)
PART – 16 | ગુલાલના હાથમા રાઇફલ પકડાવી શરીફે કહ્યુ સાલો કો ઠોક દો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.








