Friday, May 1, 2026
HomeGeneralઅમદાવાદ: પોલીસ બેડામાં મોટા ફેરબદલ, 13 PI અને 14 PSIની આંતરિક બદલી

અમદાવાદ: પોલીસ બેડામાં મોટા ફેરબદલ, 13 PI અને 14 PSIની આંતરિક બદલી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ પોલીસ વિભાગમાં બદલીનો દૌર શરૂ થયો છે. શહેરના 13 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. વહીવટી કારણોસર આ બદલી કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે દ્વારા 5 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. સાથે જ 14 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પણ આંતરિક બદલી કરવામાં આવી છે.




અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરના કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. વહીવટી કારણોસર ગોમતીપુર, બાપુનગર, કાગડાપીઠ, દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સિનિયર પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી છે. થોડા સમય અગાઉ અલગ-અલગ જિલ્લાઓમાંથી અમદાવાદ આવેલા 7 પોલીસ ઇન્સ્પેક્ટર લીવ રિઝર્વમાં હતા. જે પૈકી 5 પોલીસ ઇન્સ્પેક્ટરને પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે પોલીસ ઇન્સ્પેક્ટરને એજન્સીઓમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

બીજી તરફ ક્રાઇમ શાખાના 13 અને એક EOW શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 6 કોન્સટેબલ, 5 હેડ કોન્સટેબલ અને 2 ASI કુલ 13 કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે, જે પૈકી 12ને કે-કંપનીમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.


- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular