Thursday, July 2, 2026
HomeGujaratઅરવલ્લી : ભિલોડાના બોરનાલા માર્ગે બુટલેગરો બેફામ બન્યા, પોલીસે ભેટાલી નજીક કારમાંથી...

અરવલ્લી : ભિલોડાના બોરનાલા માર્ગે બુટલેગરો બેફામ બન્યા, પોલીસે ભેટાલી નજીક કારમાંથી 192 ટીન સાથે ત્રણને દબોચ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અરવલ્લી : અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરરાજ્ય સરહદો પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ બુટલેગરો ઘુસાડી રહ્યા છે. પોલીસતંત્ર હાલ દારૂની લાઈનો બંધ હોવાનું રટણ કરી રહી છે. બીજીબાજુ જીલ્લાના માર્ગે વિવિધ વાહનો મારફતે સ્થાનિક પોલીસતંત્રની મીલીભગતથી બુટલેગરો ધીરેધીરે નાના-મોટા વાહનો મારફતે દારૂ ઠાલવી રહ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. ભિલોડાની બોરનાલા બોર્ડરથી લાઈનબંધ કતારમાં કાર મારફતે દારૂ ઠાલવી બુટલેગરો બેફામ બન્યા છે. ભિલોડા પોલીસે ભેટાલી ચાર રસ્તા નજીક ઇકો કારમાંથી ૨૪ હજારથી વધુનો દારૂ જપ્ત કરી ત્રણ ખેપિયાને દબોચી લીધા હતા. ઇકો કારમાં દારૂ રાજસ્થાનથી ભરી અમદાવાદના બુટલેગરને આપવાનો હોવાનું બહાર આવ્યું હતું.



- Advertisement -

ભિલોડા પીઆઇ મનીષ વસાવા અને તેમની ટીમે મેહરુ ગામની સીમમાં ભેટાલી ત્રણ ચાર રસ્તા નજીક ચેકીંગ હાથધરતા શંકાસ્પદ ઝડપ સાથે આવી રહેલ ઈકો કારને અટકાવી તલાસી લેતા કારમાંથી બિયરની પેટી નંગ-૮ માંથી ૨૪ હજારથી વધુ રૂપિયાના ૧૯૨ બિયર ટીન મળી આવતા પોલીસે કાર ચાલક વનરાજ ચંદુલાલ હડુલા (રહે,જેતપુર-ટોરડા) ઇકો કારમાં બેઠેલા રાજસ્થાનના પંકજ સવજી ડામોર તેમજ ભાણમેરના વસંત લાલજી મોરીને ઝડપી પાડી ૧.૭૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કારમાં દારૂ ભરી આપનાર વિનોદ અને ડબાચા નામના બુટલેગર અને બિયરના ટીન મંગાવનાર અમદાવાદના બુટલેગર વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.


- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular