નવજીવન ન્યૂઝ.અરવલ્લી : હોળી-ધુળેટીના પર્વમાં વિદેશી દારૂની ખપત વધુ રહેતી હોવાથી બુટલેગરો વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ રાજ્યમાં ઠાલવવા પ્રયત્નશીલ બન્યા છે. અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર સઘન ચેકીંગ અને રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ કરી બુટલેગરોમાં કીમિયા પર પાણી ફેરવી રહી છે. જીલ્લા એલસીબી પોલીસે ગાજણ ટોલપ્લાઝા નજીક નાકાબંધી કરી વાહનોનું ચેકીંગ હાથધરાતા ઇકો કારમાં દારૂની ખેપ મારી રહેલા બુટલેગરો પોલીસ નાકાબંધી જોઈ કાર રોડ પર મૂકી ફરાર થઇ જતા પોલીસે કારમાંથી ૧.૭૮ લાખથી વધુનો દારૂ જપ્ત કરી બંને બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ સી.પી.વાઘેલા અને તેમની ટીમે ગાજણ ટોલપ્લાઝા નજીક નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતા શંકાસ્પદ વાહનોનું ચેકીંગ હાથધરાતા શામળાજી બાજુથી ઇકો કારમાં વિદેશી દારૂની ખેપ મારી રહેલા બુટલેગરો ચેકીંગ જોઈ ગભરાઈ જતા ઇકો કાર (ગાડી.નં-GJ 09 BG 2008) રોડ પર મૂકી ફરાર થઇ જતા પોલીસે રોડ પર પડેલી બિનવારસી ઇકો કારમાં તપાસ કરતા પોલીસ ચોકી ઉઠી હતી કારની પાછળના ભાગેથી વિદેશી દારૂ-બિયર ટીન મળી કુલ.૧૧૧૬ બોટલ કિં.રૂ.૧૭૮૬૫૦/- અને કાર મળી રૂ.૩.૭૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા કાર ચાલક બુટલેગર અને તેની સાથે કારમાં રહેલા અજાણ્યા શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
![]() |
![]() |
![]() |











