Friday, May 1, 2026
HomeGeneralઅહીં ચા સાથે તકદીર પણ ઉકળે છે: ભાવનગરનો મોજિલો ચા વાળો

અહીં ચા સાથે તકદીર પણ ઉકળે છે: ભાવનગરનો મોજિલો ચા વાળો

- Advertisement -

સલીમ બરફવાળા (નવજીવન ન્યૂઝ.ભાવનગર): કળાએ કોઈની જાગીર નથી કળા તો કુદરતની દેન છે પરંતુ ક્યારેક સારા કલાકારને કોઈ સારું પ્લેટફોર્મના મળવાના કારણે તે આગળ વધી શકતો નથી અને દુનિયાના કોઈ એક ખૂણામાં જિંદગી પૂરી થઈ જતી હોય છે, તો ક્યારેક રાનું મંડલની જેમ પ્લેટફોમ મળી જાય તો નસીબ ચમકી પણ જતું હોય છે. આવા નસીબ ચમકવાની રાહ જોતો ઝારખંડનો એક યુવાન ભાવનગરના સીમાડે આવેલી નારી ચોકડી નજીક એક ચાની હોટલમાં કામ કરી રહ્યો છે અને સાથે સાથે પોતાની પ્રતિભાના ઓજસ પણ પાથરી રહ્યો છે. બસ રાહ છે તો કદરદાનની…



- Advertisement -

પ્રતિભાએ કોઈ ગરીબીની મોહતાજ નથી, તે તેના યોગ્ય સમયે બહાર આવતી જ હોય છે. આ પ્રતિભાને જેના જીવનના પ્લેટફોર્મ બનાવીને આગળ વધતા જ હોય છે. ત્યારે આપણે વાત કરીએ તો ઝારખંડના સંજયકુમાર નામના યુવાન રોજગારી માટે ભાવનગરના નારી ચોકડી પાસેની એક ચાની હોટલમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાના પ્રયત્નો કરી રહ્યો છે, પરંતુ આ વ્યક્તિમાં ગીત ગાવાની પણ આગવી કળા છે. જેને તે ચા બનાવવાની સાથે સાથે તેનો આ શોખ પણ પૂરો કરી રહ્યો છે.



આપ દર્શ્યોમાં પણ જોઈ શકો છો કે આ વ્યક્તિ ચા બનાવવાની સ્ટાઈલ કઈક અનોખી છે, ગીત સંગીતના સાથે સાથે એક હાથમાં માઈક્રોફોન અને બીજા હાથમાં ચા બનાવવાનો ડોયો… ચા બને છે સુમધુર સંગીતના તાલ સાથે, તપેલીમાં રહેલી ચા પણ સંગીતના તાલે અને સંજયકુમારના સુમધુર અવાજ સાથે તાલ મિલાવતી હોય તેમ લાગે છે. સાણસી વડે સંગીત સાથે ચા ને હવામાં ઉલાળતા જ તેમાંથી નીકળતી વરાળો પણ જાણે તેને સાથ દેતી હોય તેમ લાગે છે. ગીત ગાતા ગાતા સંજયકુમાર એટલા તો મગ્ન બની જાય છે કે ગરમાગરમ તપેલી હાથમાં લઈને ચા હલાવવા માંડે છે. એવું ચોક્કસ કહી શકાય કે “ સંજયકુમારની કીટલી તો ગરમ છે, પણ કિસ્મત હજું થોડી નરમ છે.”

- Advertisement -





- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular