જય અમીન (નવજીવન ન્યૂઝ અરવલ્લી): મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખ ફરીથી વિવાદમાં આવ્યા હોય તેની લોકચર્ચાએ જોર પકડ્યું છે. મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખે તે હદે સ્પષ્ટીકરણ આપવું પડ્યું છે, તેમણે લેખિતમાં જણાવ્યું છે કે, જો તેમના નામે ખોટી અરજીઓ આવે તો ધ્યાને લેવી નહીં. મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખે આવું સ્પષ્ટીકરણ કેમ આપવું પડ્યું તે પણ હવે સવાલોના ચગડોળે ચઢ્યું છે.સમગ્ર મામલે રાજનીતિ પણ ગરમાઈ ગઈ છે.
વાત જાણે એમ છે કે, 31 ડિસેમ્બર 2021 ના રોજ મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખના નામે ગાંધીનગર મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં અરજી થઇ હતી, જેમાં મોડાસા ઘટકના CDPO દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અરજીમાં ઉલ્લેખ કરાયો હતો કે, મોડાસા ઘટકના સી.ડી.પી.ઓ. દ્વારા દિવાળીના સમય બાદ દરેક કાર્યકરને દબાણ કરીને રૂપિયા 600 નું ઉઘરાણું કર્યું છે.
આશા વર્કરનો પગાર ઓછો હોવા છતાં તેઓની પાસેથી ઉઘરાણું કર્યું હતું અને ત્યારબાદ પૈસા ન આપતા વિરોધ કરતી બહેનોને પગારમાં સાત દિવસનો પગાર 10 કાર્યકર જોડેથી કાપ્યો છે. અને સમગ્ર મામલે સી.ડી.પી.ઓ.ની અન્ય જિલ્લામાં બદલી કરી દેવામાં આવે. આ પત્ર એક સફેદ કાગળમાં મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખના નામજોગ અને તેમની સહીથી કરવામાં આવ્યો હતો, જેનું સ્પષ્ટીકરણ પ્રમુખ દ્વારા આપવામાં આવ્યું છે.
મોડાસા તાલુકાના પ્રમુખના નામે કોણે અને કેવી રીતે અરજી કરી તે સવાલ છે. શું પ્રમુખના નામે અરજી કરનાર અજાણી વ્યક્તિ સામે કાર્યવાહી કરાશે કે, આ પછી રાજનીતિક સ્ટંટ છે કે શું? તે પણ એક સવાલ છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












