નવજીવન ન્યૂઝ. મોસ્કો: યુક્રેન પરના યુદ્ધના 9મા દિવસ સુધી કોઈ મોટી સફળતા ન મળવાની વચ્ચે શુક્રવારે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને એક મોટું નિવેદન આપ્યું હતું. પુતિને યુક્રેનના શહેરોમાં બોમ્બ ધડાકા કરવાના આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં આવે તો તેઓ વાતચીત કરવા તૈયાર છે.
રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય, ક્રેમલિને કહ્યું છે કે યુક્રેનિયન શહેરો પર બોમ્બ ધડાકાના અહેવાલો ખોટા અને નકલી છે. પુતિનનું આ નિવેદન જર્મન ચાન્સેલર ઓલાફ સોલ્ઝ સાથેની વાતચીત દરમિયાન આવ્યું છે. પુતિને કહ્યું છે કે યુક્રેનની રાજધાની કિવ અને અન્ય મોટા શહેરોમાં હવાઈ હુમલાના સમાચાર એક મોટો પ્રચાર છે. તેમણે સ્પષ્ટ કર્યું કે યુક્રેન પર વાતચીત ત્યારે જ શક્ય છે જ્યારે તેમની માંગણીઓ સ્વીકારવામાં આવે. ક્રેમલિન અનુસાર, પુતિને પુષ્ટિ કરી છે કે યુક્રેનિયન પક્ષ અને અન્ય તમામ સાથે વાતચીતનો વિકલ્પ રશિયા માટે ખુલ્લો છે. પરંતુ શરત એ છે કે રશિયાની તમામ માંગણીઓ સ્વીકારવામાં આવે.
તેમાં યુક્રેનની તટસ્થ અને બિન-પરમાણુ રાજ્ય હોવાની શરત, રશિયાના ભાગ તરીકે ક્રિમીઆને તેની માન્યતા અને પૂર્વીય યુક્રેનના અલગતાવાદી વિસ્તારોની સાર્વભૌમત્વનો સમાવેશ થાય છે. જેમાં બંને પક્ષો વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત અંગે આશા વ્યક્ત કરવામાં આવી હતી. તે જ સમયે એવી આશા હતી કે યુક્રેનની સરકાર તાર્કિક અને સકારાત્મક વલણ બતાવશે.
કિવના વાટાઘાટકારોના જણાવ્યા અનુસાર, બંને પક્ષો વચ્ચે આગામી તબક્કાની વાતચીત સપ્તાહના અંતમાં થવાની સંભાવના છે. યુક્રેન અને રશિયા વચ્ચે અત્યાર સુધીમાં બે રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે, જોકે આ વાતચીતમાં હજુ સુધી કોઈ ચોક્કસ પરિણામ સામે આવ્યું નથી.
બીજી તરફ રશિયન સંસદ ડુમાના સ્પીકરે દાવો કર્યો છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી દેશ છોડીને પોલેન્ડ ગયા છે. જો કે યુક્રેન પ્રશાસન દ્વારા હજુ સુધી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી. યુક્રેનના રાષ્ટ્રપતિએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના આમંત્રણને નકારી કાઢતા કહ્યું કે જો તેઓ મદદ કરવા માંગતા હોય તો હથિયાર આપો. તેમને દેશ છોડવા માટે સવારીની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે, યુક્રેન પર હુમલાને નવ દિવસ વીતી ગયા છે. યુક્રેન પર અચાનક હુમલો કરીને કિવને ઝડપી ગતિએ કબજે કરવાની રશિયન સેનાની વ્યૂહરચના સફળ થતી જણાતી નથી. રશિયન સેના દ્વારા યુક્રેનના મોટા શહેરોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જો કે તે મોટા શહેરોની અંદર ઘૂસવામાં સફળ થાય તેમ જણાતું નથી.
![]() |
![]() |
![]() |











