Sunday, May 31, 2026
HomeGujaratમોડાસા નગરપાલિકાની ફાયર વિભાગ ભરતીમાં પૈસાની લેતીદેતીની આક્ષેપ વચ્ચે પુનઃ પરીક્ષા યોજવા...

મોડાસા નગરપાલિકાની ફાયર વિભાગ ભરતીમાં પૈસાની લેતીદેતીની આક્ષેપ વચ્ચે પુનઃ પરીક્ષા યોજવા માટે ઠરાવ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.મોડાસાઃ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની તાજેતરમાં યોજાયેલી ભરતી પ્રક્રિયામાં લાખ્ખો રૂપિયાની લેતીદેતી થઇ હોવાના અનેક આક્ષેપ થતા નગરપાલિકાની ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચારનું ગ્રહણ લાગતા પાલીકા પ્રમુખ જલ્પાબેન ભાવસારે ગાંધીનગર કમિશનર કચેરી ખાતે લેખિતમાં જાણ કરી હતી. મોડાસા ફાયર વિભાગની ભરતી માટે લેવાયેલી પરીક્ષા રદ કરી નવેસરથી પરીક્ષા લેવામાં આવે તેવી માંગ કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારે ફાયર વિભાગની પરીક્ષા રદ કરવા અને પુનઃ પરીક્ષા યોજવા પાલિકાની પ્રસંદગી કમિટી દ્વારા પ્રાદેશિક કમિશનર કચેરીએ ઠરાવ કરી મોકલી આપવમાં આવતા રૂપિયા આપી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો અને ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ફેલાયો છે. નગરપાલિકા પ્રમુખે શું કહ્યું અહેવાલના અંતે જુઓ VIDEO



મોડાસા નગરપાલિકા પ્રમુખ જલ્પા બેન ભાવસારએ આ અંગે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, મોડાસા નગર પાલિકામાં ફાયર વિભાગનું મહેકમ મંજુર થયેલું છે. જેમાં બીજા તબક્કાની પરીક્ષા બે માસ અગાઉ યોજાઈ હતી. જેનું પરિણામ પાલિકાને બંધ કવરમાં મળેલ હતું, પરંતુ વચેટીયા ઈસમો દ્વારા ઉમેદવારો પાસે રૂપિયાની માગણી થઈ હોવાનું જે તે સમયે પાલિકાના પ્રમુખને ધ્યાને આવતા વડી કચેરીએ લેખિતમાં જાણ કરવામાં આવી હતી. ઉમેદવારોને આર્થિક નુકસાન અને પાલિકાની છબી ન ખરડાઈ તે હેતુથી પાલિકાની પ્રસંદગી કમિટી દ્વારા પરીક્ષા રદ કરી પુનઃ પરીક્ષા યોજવા પ્રાદેશિક કમિશનર કચેરીએ ઠરાવ કરી મોકલી આપ્યો છે.


- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular