Sunday, May 31, 2026
HomeGeneralઅરવલ્લી: વિધાનસભાની ચૂંટણીની ટિકિટ માટે અત્યારથી અનેક મુરતિયા કોંગ્રેસનું નાક દબાવવાની તૈયારીમાં,...

અરવલ્લી: વિધાનસભાની ચૂંટણીની ટિકિટ માટે અત્યારથી અનેક મુરતિયા કોંગ્રેસનું નાક દબાવવાની તૈયારીમાં, પક્ષમાં ભંગાણ શક્ય

- Advertisement -

જય અમીન (નવજીવન ન્યૂઝ.અરવલ્લી): અરવલ્લી જિલ્લાની મોડાસા વિધાનસભા બેઠક પર છેલ્લી બે ટર્મથી મોદી લહેર સામે કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર વિજેતા બન્યા હતા ચાલુ વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ સહીત અન્ય રાજકીય પક્ષે ગતિવિધિઓ તેજ કરી દઈ ઉમેદવારોની પસંદગી માટે મનોમંથન કરી ખાનગી રીતે વિધાનસભા બેઠકો પર સર્વે પણ હાથધર્યા છે ત્યારે મોડાસા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ફરીથી ધારાસભ્ય પદના ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિંહ ઠાકોરને રિપીટ કરવાની પ્રબળ સંભાવના હોવાથી અત્યારથી જ ટિકિટવાંછુઓ કોંગ્રેસમાંથી વિદાય લેવાનું મન બનાવી ચુક્યા હોવાનું એક પીઢ કોંગ્રેસી અગ્રણીએ જણાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી અનેક કોંગ્રેસીઓ ભાજપનો ખેસ પહેરી રહ્યા છે અને અનેક અંગત સ્વાર્થ માટે ખેસ ધારણ કરવા થનગની રહ્યા છે. બીજીબાજુ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરના પડછાયાની માફક ફરતા એક પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યએ મોડાસા બેઠક પરથી ટિકિટ માંગવા તૈયારીઓ આદરી દીધી છે અને ટિકિટ નહીં મળે તો અન્ય પક્ષમાં જોડાવાની ચીમકી ઉચ્ચારાતા સ્થાનીક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ નેતાઓ ટિકિટની ફાળવણી સુધી પક્ષનું નાક દબાવી રાખવા માગે છે.



અરવલ્લી જિલ્લાની મોડાસા વિધાનસભા બેઠક પર એક નામની ચર્ચા યથાવત રહેતા અન્ય પાયાના કાર્યકરોમાં પણ નારાજગીના સુર રેલાઈ રહ્યા છે. ત્યારે જેની ગળથુંથીમાં કોંગ્રેસ છે, વડવાઓએ આખુંય જીવન કોંગ્રેસને સમર્પિત કરી પરિવારના પાયાના કાર્યકર અને ગત અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યએ કોંગ્રેસ મોવડી મંડળ પાસે મોડાસા વિધાનસભા બેઠક પર ટિકિટ માગશે પક્ષ કદર નહીં કરેતો અન્ય પક્ષમાં સામેલ થઈ એનકેન પ્રકારે ચૂંટણી લડવાનું કોંગ્રેસ નેતા એ મન બનાવી લીધું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. આ એક એવો ચહેરો છે. જેને ભાજપના નેતા ઓ પણ નજીક મિત્રતા કેળવી છે. મતદારોનો મિજાજ જોતા મોડાસા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ માટે મતદારોને રીઝવવા લોઢાના ચણા ચાવવા જેવી વાત છે ત્યારે આવા નેતા અપક્ષ કે અન્ય પક્ષમાંથી વિધાનસભા બેઠક પર ઝંપલાવશે તો ચોક્કસ બેની લડાઈમાં ત્રીજો ફાવે તો નવાઈ નહીં? પરંતુ કોંગ્રેસ બાર સંધાયને તેર તૂટે તેવો ઘાટ હાલ સર્જાયો હોવાની પણ લોક ચર્ચાએ જોર પકડ્યું છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular