Sunday, May 31, 2026
HomeGeneralપાકિસ્તાનના પેશાવરની એક મસ્જિદમાં નમાજ દરમિયાન વિસ્ફોટ, 30ના મોત, 50 ઘાયલ

પાકિસ્તાનના પેશાવરની એક મસ્જિદમાં નમાજ દરમિયાન વિસ્ફોટ, 30ના મોત, 50 ઘાયલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પેશાવરઃ પાકિસ્તાનના પેશાવર શહેરમાં શુક્રવારની નમાજ દરમિયાન મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે. એક બચાવ અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ કિસ્સા ખ્વાની બજાર વિસ્તારની જામિયા મસ્જિદમાં ત્યારે થયો જ્યારે લોકો શુક્રવારની નમાજ અદા કરી રહ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘાયલોમાં 10ની હાલત ગંભીર છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. અમે વિસ્ફોટની પ્રકૃતિની તપાસ કરી રહ્યા છીએ પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે આ એક આત્મઘાતી હુમલો હતો. મૃત્યુની પુષ્ટિ કરતા, પેશાવરની લેડી રીડિંગ હોસ્પિટલના પ્રવક્તા મોહમ્મદ અસીમ ખાને કહ્યું, “અમે હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર કરી છે.”

- Advertisement -






સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular