નવજીવન ન્યૂઝ. ભાગલપુર: બિહારના ભાગલપુર જિલ્લામાં ગુરુવારે રાત્રે એક મકાનમાં થયેલા વિસ્ફોટમાં એક બાળક સહિત ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ભાગલપુર જિલ્લા મેજિસ્ટ્રેટ સુબ્રત કુમાર સેને સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે, “પ્રથમ દૃષ્ટિએ જાણવા મળ્યું છે કે જે ઘરમાં વિસ્ફોટ થયો હતો તે ઘરમાં રહેતો પરિવાર ફટાકડા બનાવવામાં સામેલ હતો.” તેમણે કહ્યું કે ગુરુવારે રાત્રે 11:30 વાગ્યે કાજવાલીચક વિસ્તારમાં યતિમખાના પાસે એક બિલ્ડિંગમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. ઘટનાની માહિતી મળતા જ વરિષ્ઠ અધિકારીઓ સાથે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેસીબીની મદદથી ધરાશાયી થયેલી ઈમારતનો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કાટમાળને હટાવવાનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે મૃત્યુઆંક અને ઘાયલોની સંખ્યા વધી શકે છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકના ત્રણ મકાનોની દીવાલો સહિત ઈમારત સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ હતી. બાજુના મકાનોમાં સૂઈ રહેલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વિસ્ફોટનો અવાજ કેટલાય કિલોમીટર સુધી સંભળાયો હતો. ડીએમએ કહ્યું કે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને ઘટનાને દુઃખદાયક ગણાવી છે. તેમણે ટ્વીટ કર્યું, “બિહારના ભાગલપુરમાં વિસ્ફોટના કારણે જાનહાનિના સમાચાર દુઃખદાયક છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. ઘટના સંબંધિત પરિસ્થિતિ પર મુખ્યમંત્રી @NitishKumarજી સાથે વાત કરી. વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે અને પીડિતોને તમામ શક્ય સહાય આપવામાં આવી રહી છે.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












