નવજીવન ન્યૂઝ.રાજકોટ: ગુજરાત કોંગ્રેસનાં વિપક્ષના નેતા સહિત અન્ય કેટલાક નેતાઓએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉપર જમીનમાં 500 કરોડનું કૌભાંડ કર્યું હોવાના આક્ષેપો લગાવ્યા હતા, જેના કારણે વિજય રૂપાણીએ તેમની સામે માનહાનિ માટેની નોટિસ મોકલી હતી. આ નોટિસ મામલે આજે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ખુલસો કર્યો હતો.
આ સંદર્ભે આજે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે પૂર્વ મુખ્યમંત્રી અને નિતિન ભારદ્વાજ પર આક્ષેપો કર્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ઘમકીના સ્વરમાં પણ કેટલીક વાતો કહી હતી ત્યારે હવે તે જોવું રહ્યું કે તેમણે નવા કોઈ કૌભાંડ બહાર લાવશે કે માત્ર દબાણ લાવવા માટે જ આવા આક્ષેપો કરી રહ્યા છે.
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પ્રેસ કોન્ફરન્સમાં વિજય રૂપનીને ટાંકીને જણાવ્યુ હતું કે, “કરેલા કરમોનો હિસાબ તમારા જ લોકો લઈ રહ્યા છે, તેમાં અમારે કઈ કરવાનું રહેતું નથી. તમે રાજકોટને એક કલેક્શન સેન્ટર બનાવી દીધું હતું, અને નિતિન ભારદ્વાજને ખુલ્લો દોર આપીને ખૂબ ભ્રષ્ટાચાર કર્યો છે. વિરોધ પક્ષના નેતાને તમે જે નોટીસ આપી છે એટલા થી જ સંતોષ માનજો, કાર્યવાહીમાં આગળ વધતા નહીં. રાજકોટના જ છો માટે એક પ્રકારે મારા ભાઈ છો. મારે કંઈ ન કરવું પડે અને મારા પક્ષની ફરજ મારે ન નિભાવવી પડે તેવી આપની પાસે અપેક્ષા રાખું છું.”
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “સુચિતના પી.પી.પી.ના અન્ય કેટલાય મુદ્દા તમે પોલીસને હાથો બનાવી કર્યા છે તે આવ્યા છે. તમે કહો કે મને ખબર નથી તેવું બની ન શકે. દરેક દિવસ દરેક પળની પોલીસ કમિશનર અને મનપા કમિશનર અને કલેકટરની રોજનીશીનો હિસાબ આપવતી નિતીન ભારદ્વાજ પાસે રાખતા ત્યારે સ્વાભાવિક છે કે પોલીસ કમિશનર પણ એ દાયરામાંથી બહાર ન હતા. આ કૌભાંડો તમારી જ સરકારે સ્વિકારી પોલીસ કમિશનરને સજા રૂપી બદલી કરી ત્રણ પોલીસ અધિકારી અને કર્મીને સસ્પેન્ડ કર્યા છે. એ જ તમારી વિરોધનો સૌથી મોટો પુરાવો છે. નોટીસથી અટકી જજો, જે જમીનમાં તમે કહો છો કે અમે માત્ર હેતુ ફેર કર્યો છે તેને રહેણાંકમાંથી ઈન્ડસ્ટીઝમાં ફેરવો ત્યારે ફાયદો થાય. નીતિનભાઈ અને વિજયભાઈએ જે કંઈ કરવાનું હશે તે કરી લીધું હશે. મારે કોઈને નુકશાન પહોંચાડવાનો ઈરોદો નથી. તેમાં સામેલ હોય તે સૌ શાનમાં સમજી લે.”
સાથે જ રાજ્યગુરૂ એ આકરો સવાલ કર્યો હતો કે રાજકોટના કોઈપણ ખુણામાં પણ 100 એકર જમીન 70 કરોડમાં મળે છે? આ જગ્યાને હરાજી કરવાનું કોર્ટે કહ્યું તો તમારા મિત્રો એ આ જમીનનો સસ્તામાં સોદો કરી તમારા કેટલાય મિત્રો એ પ્લોટ લીધા છે. તમે ગમે તેટલું છુપાવો પણ તમારા જ લોકો તમારી સાથે નથી. આ સરકાર પણ તમારી સાથે નથી.
ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ પોલીસ અને રૂપાણી મુદ્દે પણ આકરો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, “રાજકોટમાં તમે આવ્યા તેનું નુકશાન જ રાજકોટને થયું છે. પોલીસને છુટો દોર આપી દેવામાં આવ્યો, કમિશનરથી નીચેના લોકોને તમે સીધી જ એપોઈન્ટમેન્ટ આપી આદેશ કર્યો હતો કે નીતિન ભારદ્વાજનું જ તમારે માનવાનું. રાજકોટમાં આમ આદમીની ફરિયાદ પણ લેવાતી ન હતી તે ફાયદો રાજકોટને તમારા મુખ્યમંત્રી બનવાથી થયો છે.”
રાજ્યગરૂએ વધુમાં જણાવ્યું છે કે, “હવે તમે ભોગવવાનું ભોગવી લીધું છે હવે આરામ કરો. હજૂ તો એક કૌભાંડ બહાર આવ્યું છે. વિજયભાઈ જો ચોખ્ખા હોય તો મારી સામે ચર્ચા કરવા બેસે. તેઓ ચોખ્ખા હોય તો તેમની પાસે ઘણાં બધા પુરાવા હશે કે તેઓ ચોખ્ખા છે.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












