નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિ સતત વણસી રહી છે ત્યારે રશિયાના સંરક્ષણ મંત્રાલયે યુક્રેન પર ભારતીય વિદ્યાર્થીઓને બળજબરીથી હોસ્ટેજ બનાવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. રશિયન સેનાના પ્રવક્તાએ એક પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યુ હતું કે,”અમારી માહિતી અનુસાર, યુક્રેનિયન સત્તાવાળાઓએ ખાર્કિવમાં ભારતીય વિદ્યાર્થીઓના એક મોટા જૂથને બળજબરીથી અટકાયતમાં લીધા છે, જેઓ યુક્રેનની સરહદ પાર કરીને બોલગોરોડ જવા માંગે છે.”
આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બગચીએ જણાવ્યુ હતું કે, “યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવ્યા હોય તેવા કોઈ અહેવાલ અમને મળ્યા નથી. ભારતીય વિદ્યાર્થીઓને બહાર લાવવામાં યુક્રેનના અધિકારીઓએ સંપૂર્ણ રીતે મદદ કરી રહ્યા છે.”
બાગચીએ વધુમાં જણાવ્યુ હતું કે, ” વિદેશ મંત્રાલય યુદ્ધગ્રસ્ત દેશમાં હાજર ભારતીયોના સતત સંપર્કમાં છે. કોઈ વિદ્યાર્થીને બંધક બનાવ્યા હોવાની કોઈ માહિતીઅમને મળી નથી. અમે યુક્રેનના સત્તાધીશોને વિનંતી કરી છે કે તેઓ ખાર્કિવથી વિદ્યાર્થીઓને દેશની પશ્ચિમી સરહદે આવેલા દેશોમાં લઈ જવા માટે વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરે.”
Our response to media queries regarding reports of Indian students being held hostage in Ukraine ⬇️https://t.co/RaOFcV849D pic.twitter.com/fOlz5XsQsc
— Arindam Bagchi (@MEAIndia) March 3, 2022
અગાઉ, રશિયન સૈન્ય પ્રવક્તાએ કહ્યું હતું કે, “ખરેખર, તેઓને બંધક બનાવવામાં આવ્યા છે. રશિયન સશસ્ત્ર દળો ભારતીય નાગરિકોના સુરક્ષિત સ્થળાંતર માટે તમામ જરૂરી પગલાં લેવા માટે તૈયાર છે, અને ભારતીય નાગરિકોને તેમના લશ્કરી વિમાન દ્વારા રશિયાની ધરતી પરથી ઉડવાની મંજૂરી આપવામાં આવશે.” અથવા ભારતની દરખાસ્ત મુજબ, ભારતીય લશ્કરી વિમાનો દ્વારા ઘરે મોકલવામાં આવશે.
રશિયાના દાવાના થોડા સમય પહેલા, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી અને પૂર્વ યુક્રેનિયન શહેર ખાર્કિવની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી, જ્યાં 1,000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા હોવાનું કહેવાય છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












