Tuesday, June 30, 2026
HomeGeneralસાબરકાંઠાની ગૃહિણી મિસીસ ઇન્ડિયા ગ્લેમર્સનો ખિતાબ જીતી: હિરલ શાહે ગુજરાતનું સમગ્ર દેશમાં...

સાબરકાંઠાની ગૃહિણી મિસીસ ઇન્ડિયા ગ્લેમર્સનો ખિતાબ જીતી: હિરલ શાહે ગુજરાતનું સમગ્ર દેશમાં ગૌરવ વધાર્યું

- Advertisement -

જય અમીન (નવજીવન ન્યૂઝ.સાબરકાંઠા): ગુજરાતીમાં કહેવત છે કે, મન હોય તો માંડવે જવાય આ કહેવત સાર્થક કરી છે સાબરકાંઠા જિલ્લાના હિંતનગરની ગૃહિણી હિરલ શાહે. કોલેજ કાળનું સ્વપ્ન ગૃહિણી થયા પછી સાકાર થયું અને તેઓ મિસીસ ઇન્ડિયા ગ્લેમર્સનો ખિતાબ જીતી હિંમતનગર સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે.

- Advertisement -



થોડાક સમય પહેલા અમદાવાદ ખાતે યોજાયેલી વી.પી.આર મિસીસ ઇન્ડીયા ગ્લેમર્સનો ખિતાબ હિરલ શાહે પોતાના નામે કર્યો છે, ભારતભરમાંથી કુલ ૪૦ જેટલી સ્પર્ધકોમાં આવી હતી, જેમાં હિરલ શાહે આ ખિતાબ પોતાને નામ કર્યો છે. આ સ્પર્ધાની જાહેરાત જોઇને તેમણે નોમિનેશન કરાવ્યું હતું અને છેલ્લા ૬ મહિનાથી આ સ્પર્ધાની તૈયારીમાં તેઓ લાગી ગયેલા હતી. લાઈફ સ્ટાઈલ, મેકપ, કઈ રીતે ચાલવું સહિતની તૈયારી કરી હતી.

- Advertisement -

આ બધી તૈયારી દરમિયાના તેમના પતિએ તેમની તમામ જવાબદારી સંભાળી લીધી હતી. હિરલ શાહને ઘરની તમામ જવાબદારીઓમાંથી પરિવારજનોએ મુક્ત કરતા આખરે આ સિદ્ધિ પોતાને નામ કરતા પરિવારજનોમાં ખુશી પ્રસરી છે. હિરલ શાહે કોલેજના સમયગાળા દરમિયાન મોડેલિંગ સહિતના જે સપના જોયા હતા, તે સપના તેમના પ્રયાસોથી આજે સાચા થયા છે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular