Saturday, June 3, 2023
HomeGeneralઓપરેશન ગંગા: અભ્યાસ કરવા ગયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ યુદ્ધભૂમિથી માતૃભૂમિ સુરક્ષિત આવ્યા, સર્કિટ...

ઓપરેશન ગંગા: અભ્યાસ કરવા ગયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ યુદ્ધભૂમિથી માતૃભૂમિ સુરક્ષિત આવ્યા, સર્કિટ હાઉસ પર કરાશે સ્વાગત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા ભારતીય વિધાર્થીઓને પરત લાવવા માટે ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓને સહી સલામત દેશમાં પરત લાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આજે વહેલી સવારે યુક્રેનમાં ફસાયેલા વિધાર્થીઓને લઈને એક ફ્લાઇટ દિલ્હી પહોંચી હતી. આ ફ્લાઇટમાં 100થી વધુ ગુજરાતી વિધાર્થીઓ છે. આ વિધાર્થીઓ ત્રણ વોલ્વો બસ મારફતે દિલ્હીથી આજે ગાંધીનગર સચિવાયલ ખાતે પહોંચશે.

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધનો આજે સાતમો દિવસ છે. યુદ્ધના કારણે યુક્રેનમાં જનજીવન ખોરવાઈ ગયું છે. તેવામાં યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા વિધાર્થીઓની હાલત પણ કફોડી બની છે. આ વિધાર્થીઓને સલામત ભારત લાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહ્યું છે અને આ યુધ્ધની સ્થિતિમાં વિધાર્થીઓનું રેસક્યું કરવા માટે ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે. યુક્રેનથી પરત ફરેલા ગુજરાતીઓમાં સૌથી વધુ સુરતના 38, મહેસાણાના 14, અમદાવાદના 8, પાટણના 8, અમરેલીના 5, આણંદ, સુરેન્દ્રનગર અને ભાવનગરના ચાર વિધાર્થીઓ ઉપરાંત વડોદરા, અમરેલી, જુનાગઢ, પંચમહાલ, ગીરસોમનાથ, પોરબંદર, રાજકોટના વિધાર્થીઓ હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -

ઓપરેશન ગંગા અંતર્ગત પહેલી ફ્લાઇટમાં 100 જેટલા વિધાર્થીઓનું રેસક્યું કરવામાં આવ્યું હતું. આ ફ્લાઇટથી વિધાર્થીઓને દિલ્હી અને મુંબઈ લાવવામાં આવ્યા હતા. યુક્રેનમાં ફસાયેલા વિધાર્થીઓને રેસક્યું કરીને આજે બીજી ફ્લાઇટ ભારત આવી પહોંચી છે. જેમાં 100થી વધુ ગુજરાતી યુવાનો છે. જેમને લઈને ત્રણ વોલ્વો બસ સવારે દિલ્હીથી નીકળી છે. આ વિધાર્થીઓને ગાંધીનગર સર્કિટ હાઉસ લાવવામાં આવશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular