નવજીવન ન્યૂઝ.રાજકોટ: રાજકોટના ધોરાજીમાં ગઇકાલે રાતના સમયે રેલવે સ્ટેશનની નજીકા ઝૂપડપટ્ટીમાં રહેતા બે જૂથો વચ્ચે કોઈ કારણોસર ઝગડો થયો હતો. આ ઝગડામાં પોલીસ વચ્ચે આવતા કેટલાક વ્યક્તિઓએ પોલીસ સાથે મારમારી કરી હતી જેમાં બે પોલીસકર્મીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા.
મળતી માહિતી મુજબ ધોરાજી રેલવે સ્ટેશનની નજીક ઝૂપડપટ્ટીમાં રહેતા સ્થાનિક લોકોમાં બે જૂથો વચ્ચે કોઈ બાબતે ઝગડો થયો હતો જેમાં ઉગ્ર બોલાચાલી થઈ રહી હતી. આ જોઈને કોઈ વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ પોલીસ પર હુમલો કરી દીધો હતો અને માર માર્યો હતો. જેમાં બે પોલીસકર્મીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તાત્કાલિક તેમને સારવાર માટે ધોરાજી સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બે પોલીસકર્મીઓ પર કેટલાક અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવતા પોલીસકર્મીઓના કાન, હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. એક પોલીસકર્મીને તો કાનના ભાગે ટાંકા પણ લેવા પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ધોરાજીના પોલીસકર્મીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પોલીસ પર હુમલો કરનાર સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાનિક લોકોની પૂછપરછ કરીને હુમલો કોને કર્યો હતો તે અંગે તપસ કરવામાં આવી રહી છે.
![]() |
![]() |
![]() |











