Tuesday, June 30, 2026
HomeGeneral'સાયરન કેમ મારો છો, કયો મંત્રી છે' દારુ ઢીંચેલા BMWના ચાલકે મંત્રી...

‘સાયરન કેમ મારો છો, કયો મંત્રી છે’ દારુ ઢીંચેલા BMWના ચાલકે મંત્રી મુકેશ પટેલના કાફલાને અટકાવીને કહ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ભરુચઃ અંકલેશ્વરમાં એક બીએમડબલ્યૂ કારના પીધેલા ચાલકે ખુદ મંત્રીની જ કારને ઊભી રખાવી અને સાયરન કેમ વગાડી રહ્યા છો, કારમાં કયો મંત્રી છે. તેવું પુછ્યું હતું. આ શખ્સ પાસેથી અન્ય ગેરકાયદે સામાન પણ મળી આવ્યો છે. રાજ્ય કક્ષાના ઉર્જા, ખેતી અને પેટ્રોલિયમ મંત્રી મુકેશ પટેલ સુરતથી ભરૂચ તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

મંત્રી મુકેશ પટેલનો કાફલો સુરતથી ભરુચ તરફ જવાના ને.હા. 8 પરથી પસાર થી રહ્યો હતો ત્યારે આગળ જતી એક બીએમડબ્લ્યૂ કારનો ચાલક મંત્રીના કાફલાની વારંવાર આડે આવી રહ્યો હતો. પોલીસે હોર્ન માર્યા અને સાયરન વગાડવા છત્તાં તે રસ્તો આપતો ન્હોતો. ઉપરથી સાઈડ આપવાને બદલે તેણે કાફલો જ રોકી દીધો હતો જેને કારણે થોડી અફરાતફરી જેવો માહોલ બન્યો હતો. પોલીસ જ્યારે કારના ચાલક પાસે પહોંચી તો ઉપરથી તે પોલીસ પર જ ભડક્યો, ઉપરથી કહેવા લાગ્યો કે સાયરન કેમ મારો છો, કયો મંત્રી છે. યુવાન પીધેલો હોવાનું માલુમ પડતા પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

- Advertisement -



અંકલેશ્વરના હાંસોટ માર્ગ નજીક કાકડિયા કોલેજથી ન્યાય મંદિર સુધી અંકલેશ્વર ટ્રાફિક સ્ક્વોડના એસએસઆઈ અને ચાલક સહિત 4 પોલીસ જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આ ઘટના બની હતી. શખ્સે સેલાવાડ મસ્જિદ પાસે પોતાની કાર રસ્તા પર જ ઊભી કરી દીધી હતી. પોલીસ તપાસમાં કારમાંથી એક પિસ્તોલ અને 12 જીવત કારતૂસ પણ મળી આવી હતી. પોલીસ તપાસમાં તે શખ્સ સાંઈ સુમન સોસાયટીનો રહેવાસી હેતલકુમાર ભરત મોદી હોવાનું સામે આવ્યું હતું. પોલીસને આ શખ્સ પીધેલી અવસ્થામાં મળ્યો અને સાથે જ તેની પાસે દારુની પરમીટ પણ ન્હોતી. પોલીસે પોલીસે 1 લાખની પિસ્તોલ, 2 મેગેજીન, જેમાં 12 કારતૂસ હતી તે, 21 લાખની ગાડી સહિતની મત્તા જપ્ત કરી લીધી હતી. અંકલેશ્વર શહેર પોલીસે ઘટનાની વધુ કર્યવાહી હાથ ધરી છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular