Tuesday, June 30, 2026
HomeGeneralરાજકોટ પોલીસની છબી સુધારવા CP તરીકે પસંદ થઈ શકે છે આ IPS...

રાજકોટ પોલીસની છબી સુધારવા CP તરીકે પસંદ થઈ શકે છે આ IPS અધિકારીઓમાંથી કોઈ, જાણો કોણ કોણ

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.ગાંધીનગર):રોજકોટ પોલીસના કમિશનકાંડ અંગે વિકાસ સહાયના રિપોર્ટ પછી ગૃહ વિભાગે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને હટાવી દીધા છે. જયારે પોલીસ ઈન્સપેકટર , સહિત ત્રણને ફરજ મોકુફી ઉપર ઉતારી દીધા છે. હવે રાજકોટ પોલીસની ધુંધળી થયેલી છબી સુધારવા સાફ છબીના અધિકારીઓને મુકવાની કવાયત ગૃહ વિભાગે શરૂ કરી છે. આમ તો વિજય રૂપાણી સરકારની વિદાય પછી ભુપેન્દ્ર પટેલની સરકાર અસ્તીત્વમાં આવી પણ ભુપેન્દ્ર પટેલ જાણતા હતા કે પોલીસની બદલીનું કામ કોલસાની દલાલીમાં હાથ કાળા કરવા જેવુ છે, જેના કારણે નવી સરકારની રચના પછી તેમણે પોલીસની બદલીનો મુદ્દો હાથમાં લીધો જ ન્હોતો, સામાન્ય રીતે નવી સરકાર આવે એટલે પોતાના અધિકારીઓ ગોઠવતી હોય છે પણ આ બાબતથી ભુપેન્દ્ર પટેલ પોતાને દુર રાખી શકયા હતા.



- Advertisement -

પણ રાજકોટ પોલીસનો વિવાદ ઉભો થતાં કમને પણ ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ આ મુદ્દો હાથ ઉપર લેવો પડયો હતો. આ મામલે તપાસ કરનાર વિકાય સહાયના 200 પાનાના રિપોર્ટ પછી ગૃહ વિભાગે મનોજ અગ્રવાલને ખસેડયા છે. હવે રાજકોટ પોલીસ કમિશનર તરીકે કોને મુકવા તે અંગે ચાલી રહેલી ચર્ચા બાદ બહુ જલદી સરકાર રાજકોટ પોલીસ કમિશનર તરીકે સાફ છબીના અધિકારીને મુકશે, હાલમાં જે નામોની ચર્ચા છે તેમાં વડોદરાના પોલીસ કમિશનર ડૉ. શમશેરસિંગને વડોદરાથી રાજકોટ કમિશનર તરીકે મુકાય તેવી સંભાવના છે, ડૉ. શમશેરસિંગ પ્રમાણિક પોલીસ અધિકારી હોવાની સાથે બીનવિવાદાસ્પદ પણ છે, તેમજ રાજકીય નેતાઓને પોતાનાથી સલામત અંતરે રાખવાની તેમની આવડત પણ છે.

જો ડૉ. શમશેરસિંગને વડોદરાથી હટાવી રાજકોટ પોલીસ કમિશનર તરીકે મુકવામાં આવે તો ફરી વડોદરા પોલીસ કમિશનર કોને મુકવા તેવો પ્રશ્ન પણ ઉપસ્થિત થાય તેવા સંજોગોમાં અન્ય વિકલ્પ સરકાર પાસે એવો છે કે ડીજીપી ઓફિસમાં ફરજ બજાવતા નરસિંહ્મા કોમરને પણ રાજકોટ પોલીસ કમિશનર તરીકે મુકી શકાય છે, અગાઉ વડોદરા પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચુકેલા અનુપમસિંહ ગહેલોત પણ એક વિકલ્પ છે, પરંતુ હાલમાં તેઓ ઈન્ટેલીઝન્સ ડિપાર્ટેમેન્ટના વડા તરીકે ફરજ બજાવે છે, એટલે જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેવા સંજોગોમાં તેમને વડોદરામાં મુકે તેવી શકયતા નથી કારણ ગહેલોત બોલ્યા વગર પોતાનું કામ સારી રીતે પાર પાડી શકે છે. આ જ પ્રકારે એક વિકલ્પ ડીજીપી ઓફિસમાં કાર્યરત બ્રીજેશ ઝા પણ છે, તેઓ લાંબા સમયથી ડીજીપી ઓફિસમાં છે તેઓ કાબેલ અધિકારી છે, પણ હાલમાં તેઓ જે કામ સંભાળે છે તેમાં પોલીસ અધિકારીઓને બદલીનું મોટુ કામ હોય છે, જે કામ સંવેદનશીલ હોવાની સાથે વિવાદનું કારણ પણ બની શકે છે પરંતુ બ્રીજેશ ઝા આ કામ બખુબી નીભાવી રહ્યા છે તેવા સંજોગોમાં સરકારે તેમને છોડવા માંગે છે કે નહીં તે નક્કી નથી.



- Advertisement -

જો સરકાર આઈપીએસ અધિકારીઓને મોટા પાયે બદલી કરવા માગતી હોય તો તેમને પાસે અનેક વિકલ્પ છે, જેમાં રાજકોટ રેંજમાં ફરજ બજાવતા સંદીપસિંગને વડોદરા પોલીસ કમિશનર તરીકે મુકી શમશેરસિંગને રાજકોટ મુકી છે, આ ઉપરાંંત જો સરકાર ગુજરાતી અધિકારીને રાજકોટ મુકવા માગતી હોય તો હસમુખ પટેલ અને સુભાષ ત્રિવેદ્દી બે વિકલ્પ છે, આ બંન્ને અધિકારીઓને પ્રમાણિકતા સામે તેમના દુશ્મન પણ શંકા કરી શકે તેમ નથી, પરંતુ ભયસ્થાન એટલુ જ છે કે હસમુખ પટેલ અને સુભાષ ત્રિવેદ્દીને કમિશનર તરીકે મુકયા પછી તેઓ સરકારના કહ્યામાં રહેશે તેવી અપેક્ષા રાખી શકાય નહીં, તેઓ કાયદાપોથી પ્રમાણે જ કામ કરશે, સરકારને શાંત પ્રકૃત્તી અને કુનેહપુર્વક કામ કરી શકે તેવા કમિશનરની પસંદગી કરવાની હોય તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એડીશનલ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા પ્રેમવિરસિંંગ પણ એક વિકલ્પ છે, પ્રેમવિરસિંગ પણ હમણાં સુધીના તેમના ફરજકાળ દરમિયાન પ્રસિધ્ધીથી દુર રહી, વિવાદ વગર કામ કરી ચુકયા છે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા તે દિવસ સુધી તેઓ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સલામતીના વડા તરીકે ફરજ બજાવી ચુકયા છે.


- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular