Tuesday, June 30, 2026
HomeGeneralખેડૂત ટ્રેકટર સાથે બાંધી રુસના ટેન્કને ઉઠાવી ગયો, Video, સૈનિકો પણ જોતા...

ખેડૂત ટ્રેકટર સાથે બાંધી રુસના ટેન્કને ઉઠાવી ગયો, Video, સૈનિકો પણ જોતા રહી ગયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.કીવઃ રશિયાના સૈનિક યુક્રેનના ઘણા શહેરોમાં સતત હુમલા કરી રહ્યા છે. અંદાજે 1 લાખ રુસી સૈનિક પોતાના હથિયારો સાથે યુક્રેનની સીમામાં દાખલ થયા છે. આ દરમિયાન ઘણા એવા વીડિયો સામે આવ્યા છે જ્યારે રુસી સૈનિક ગાડીનું ઈંધણ ખત્મ થયા પછી રસ્તા પર ઊભા છે. એક વધુ વીડિયો સામે આવ્યો છે જ્યારે એક રુસી ટેન્કને યુક્રેનનો એક ખેડૂત ટ્રેક્ટર સાથે બાંધી ઉઠાવી લે છે.

યુક્રેનના આસ્ટ્રીયામાં રાજદૂત ઓલેજેંડર સ્ચેબ્રાએ એક વીડિયો શેર કર્યો છે. તેમાં દેખાય છે કે યુક્રેનનો એક ખેડૂત હુમલા વચ્ચે રુસની એક ટેંકને ચોરી કરી લઈ જાય છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે રસ્તા પર હાજર ટેંકને ટુક્રેનના ખેડૂત ટ્રેક્ટરથી ખેંચી લઈ જાય છે. એક શખ્સ ટ્રેક્ટરના સાથે દોડી રહ્યો છે અને તેના પર ચઢાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વીડિયો કૈપ્શનમાં લખ્યું છે કે જો સાચુ છે તો આવું પહેલું ટેંક હશે જેને ખેડૂતે ચોરી લીધું છે.

- Advertisement -




સોશિયલ મીડિયા પર આ વીડિયોના શેર થયા પછી લોકો જોરદાર મજા લઈ રહ્યા છે. ઘણા લોકો એવું કહી રહ્યા છે કે જો આ સાચું નહીં પણ હોય ત પણ અમને હસવા પર મજબૂર કરી રહ્યું છે. એક યુઝરે કહ્યું, હું એટલે આશા કરું છું કે આ સાચું હોય. આ અઠવાડિયું ભયાનક હુમલા શરૂ થયા બાદ પહેલી વખત હું હસી રહ્યો છું. ઘણા બીજા યુઝર્સ પણ આ વીડિયોને જોઈ હાંસી રોકી શક્યા નથી.

આ દરમિયાન રાજધાની કીવમાં ભીષણ લડાઈ ચાલી રહી છે. યુક્રેનની સેનાએ સોમવારે કહ્યું કે કીવમાં સ્થિતિ હજુ પણ તેના નિયંત્રણમાં છે. યુક્રેનિયન આર્મી ગ્રાઉન્ડ ફોર્સે ફેસબુક પર પોસ્ટ કર્યું: ‘યુક્રેનિયન દળોએ હજુ પણ કીવ પર નિયંત્રણ મેળવ્યું છે, કારણ કે રાત્રે કિવની બહારના ભાગમાં રશિયન સૈનિકોના વારંવારના પ્રયાસો નિષ્ફળ ગયા છે.’ યુક્રેનના સ્થાનિક “રશિયન દળો કોઈપણ મોટા પ્રાદેશિક શહેરોને નિયંત્રિત કરવામાં નિષ્ફળ ગયા, અને યુક્રેનિયન દળોએ ગઈકાલે રાત્રે તમામ મોરચે રશિયનોને હાંકી કાઢ્યા,” એજન્સીએ કહ્યું. શહેરો પર હવાઈ હુમલા કરવામાં આવ્યા છે, પરંતુ યુક્રેનિયન એર ડિફેન્સ સિસ્ટમ હુમલાઓનો સામનો કરી રહી છે.

- Advertisement -




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular