Tuesday, June 30, 2026
HomeGeneralગુજરાતમાંથી માસ્કને બાય બાય કરવાની માગને લઈ મહત્વના સમાચાર

ગુજરાતમાંથી માસ્કને બાય બાય કરવાની માગને લઈ મહત્વના સમાચાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષથી લોકોને માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જોકે આવું માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ દુનિયાના ઘણા રાજ્યો શહેરોમાં જવા મળ્યું છે જે તે સમયે કોરોનાના આંકડા સતત વધતા હોવાથી આ નિર્ણય કરાયો હતો. જોકે હવે જ્યારે કોરોનાની સ્થિતિ વધુ વકરી નથી તેવું અનુમાન છે તે મામલે નાઈટ કરફ્યૂ હટાવવાનો નિર્ણય કરાયો જોકે હજુ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહીતની ગાઈડલાઈન્સ અનુસરવાની છે. દરમિયાનમાં માસ્ક પહેરવાની શું જરૂરર છે, કોરોના છે જ નહીં તો… મોટાભાગનાને વેક્સિન અપાઈ ગઈ છે તો હવે માસ્કને પણ મરજિયાત કરી દેવાય તેવી માગ કરવામાં આવી છે.



- Advertisement -

આ માગ આઈએમએ સાથે સંકળાયેલા તબીબો દ્વારા કરવામાં આવી છે. તબીબોએ સરકારને લેખિતમાં માસ્કના નિયમ રદ્દ કરવાની માગ કરી છે. તબીબોની માગ એવી છે કે, માસ્ક પહેરવું ફરજિયાત નથી તે મામલે જાહેરાત બંધ કરવી જોઈએ અને માસ્કના દંડની જોગવાઈને કારણે મોટી સંખ્યામાં લોકો દંડાય પણ છે. જેથી સંસ્થાના તબીબો દ્વારા માસ્કને તદ્દન રદ્દ કરવામાં આવે તેવી માગ કર શકે છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ દિલ્હીમાં કોરોનાના કેસ ઘટના જેના કારણે ત્યાં માસ્કના નિયંત્રણો હટાવી લેવાયા છે. આ ઉપરાંત પણ અન્ય નિર્ણયો કરી આવા નિયમોમાં ફેરફાર કરાયો છે. દિલ્હીમાં કારમાં સવારી દરમિયાન એકલા વ્યક્તિએ માસ્ક પહેરવાની જરુર નથી…

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular