Tuesday, June 30, 2026
HomeGeneralયુક્રેનથી ભારત આવવા નીકળેલ વિદ્યાર્થીઓ રોમાનિયા સરહદ પર અટવાયા : ભૂખ્યા- તરસ્યા...

યુક્રેનથી ભારત આવવા નીકળેલ વિદ્યાર્થીઓ રોમાનિયા સરહદ પર અટવાયા : ભૂખ્યા- તરસ્યા રઝળી પડ્યા, શું કહ્યું એક પિતાએ જુઓ Video

- Advertisement -

જય અમીન (નવજીવન ન્યૂઝ. અરવલ્લી) : રશિયા અને યુક્રેન વચ્ચે યુધૃધ છેડાયુ છે. રશિયા ધીરે ધીરે યુક્રેનના વિવિધ શહેરો પર કબ્જો જમાવી રહ્યું છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ઉગારવા સરકારે મિશન ગંગા હેઠળ ઓપરેશન હાથધર્યું છે અને રોમાનિયા માર્ગે વિમાન મારફતે પરત લાવવામાં આવી રહ્યા છે. યુક્રેનમાં ફસાયેલ વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકો યુક્રેનથી બસોમાં સવાર થઈને રોમાનિયા પહોંચી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ ડરના માર્યા ચાલતા ચાલતા યુક્રેન થી રોમાનિયામાં પ્રવેશ માટે નીકળ્યા હતા ત્યારે યુક્રેન સરહદ પર અટકાવવામાં આવ્યા હોવાથી છેલ્લા કેટલાક કલાકોથી ભૂખ્યા તરસ્યા મદદની રાહ જોઈ રહ્યા છે. અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના દહેગામડા ગામનો તબીબ અભ્યાસ કરતો વિદ્યાર્થી તેના મિત્રો સાથે યુક્રેન-રોમાનિયા સરહદે અટવાતા તેના પિતાએ સોશ્યલ મીડિયા થકી સરકાર સામે મદદની ગુહાર લગાવી હતી.



- Advertisement -

સાબરકાંઠાના સાત અને અરવલ્લીના પાંચ મેડીકલ છાત્રો ટર્નોપીલ, ઓલેક્સે વિકાખાર્કીવમાં એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરી રહ્યા છે. ભિલોડા તાલુકાના દહેગામડા ગામના દિનેશભાઇનો પુત્ર છેલ્લા ૬ વર્ષથી યુક્રેનમાં તબીબી અભ્યાસ કરી રહ્યો છે. યુક્રેનમાં યુદ્ધ શરૂ થતા શનિવારે રાત્રે તેમનો પુત્ર એક હજારથી વધુ વિદ્યાર્થીઓ સાથે બસ મારફતે રોમાનિયા સરહદ પર જવા નીકળ્યા પછી ૫૦ કિલોમીટર ચાલતા ચાલતા રોમાનિયા બોર્ડરે પહોંચતા ત્યાંથી યુક્રેન બોર્ડર વાળા રોમાનિયામાં પ્રવેશવા ન દેતા વિદ્યાર્થીઓ કફોડી સ્થિતિમાં મુકાતા ભૂખ્યા તરસ્યા વતન આવવા રાહ જોઈ રહ્યા હોવાનું સોશ્યલ મીડિયામાં દિનેશ ભાઈ પટેલે વિડીયો વાયરલ કરી સરકાર અને તંત્ર સામે મદદની ગુહાર લગાવી હતી. વિદ્યાર્થીઓ યુક્રેન-રોમાનિયા સરહદે ફસાતા તેમના પરિવારજનો ચિંતિત બન્યા છે અને ઝડપથી ભારતમાં પરત લાવવાની માંગ કરી રહ્યા છે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular