Tuesday, June 30, 2026
HomeGeneralઅમદાવાદ - રાજકોટ હાઇવે: બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં 5 કી.મી સુધી...

અમદાવાદ – રાજકોટ હાઇવે: બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં 5 કી.મી સુધી ટ્રાફિક

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ – રાજકોટ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. બગોદરા અને લીમડી વચ્ચે આવેલા ઘનશ્યામપર ગામ નજીક અકસ્માત સર્જાયો છે. અકસ્માતના કારણે ૫ કી.મી સુધી નો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. પોલીસ કાફલો ઘટના સ્થળે આવીને ટ્રાફિક દૂર કરવા કવાયત હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, લીંબડી સાઈડથી આવતા ટ્રકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમતા ડીવાઈડર તોડીને રોંગ સાઈડમાં ઘૂસી ગયો હતો. તે દરમિયાન બગોદરા તરફથી તરફથી આવતા ટ્રકમાં ઘૂસી ગયો હતો. આ અકસ્માતના કારણે એક સાઇડનો રસ્તો બ્લોક થઈ ગયો હતો. જેના કારણે ટ્રાફિકની લાંબી લાઈનો થઈ ગઈ હતી. આ ટ્રાફિકને દૂર કરવા માટે સ્થાનિકો અને પોલીસકર્મીઓ કાર્યવાહિ શરૂ કરી હતી. હાલ આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે પણ પૂરી રીતે ટ્રાફિક ખુલ્યો નથી . હજી પણ ૨થી૩ કલાક લાગી શકવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

- Advertisement -





અકસ્માતના કારણે સર્જાયેલા ટ્રાફિકના લીધે લીમડી તરફથી આવતા વાહનો પાછા ફરી વૈકલ્પિક રસ્તો પસંદ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ રસ્તા પર અવારનવાર અકસ્માત સર્જાતા હોવાથી ટ્રાફિકના દૃશ્ય સર્જાતા હોય છે. ઉપરાંત આ રસ્તા પર કામ ચાલતું હોવાથી અનેક ડાઇવરઝન રાખવામાં આવ્યા છે. જેના કારણે વાહનચાલકોને ઘણી મુશ્કેલી પડી રહી છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular