નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: દેશમાં હવે કોરોના કહેર ઓછો થતાં નિયંત્રણો હળવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે દિલ્હી સરકારે નિર્ણય કર્યો છે કે માસ્ક વિના ખાનગી કારમાં એકસાથે મુસાફરી કરતા લોકોને સોમવારથી દંડ કરવામાં આવશે નહીં. રાષ્ટ્રીય રાજધાનીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આજે કોવિડ નિયંત્રણોની સમીક્ષા કરવા માટેની બેઠક દરમિયાન નિર્ણય લીધો હતો.
દિલ્હી સરકારે શનિવારે જાહેર કર્યું કે, દિલ્લીમાં ખાનગી ફોર-વ્હીલરમાં મુસાફરી કરતા લોકો માટે માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે નહીં. ઉપરાંત દિલ્હીમાં માસ્ક ન પહેરવા પર લાગતો દંડ પણ ઘટાડી દેવામાં આવ્યો છે. માસ્ક ન પહેરવા બદલ 2000 રૂપિયાનો દંડ ઘટાડીને 500 રૂપિયા કરવામાં આવ્યો છે. દિલ્હીમાં કોરોના વાયરસનો પોઝીટીવીટી દર એક ટકાથી ઓછો રહેવાની સ્થિતિમાં સોમવારથી દિલ્હીમાં નાઇટ કર્ફ્યુ સમાપ્ત થઈ જશે. હાલમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ છે. આ સાથે દુકાનો ખોલવા અને બંધ કરવાની સમય મર્યાદા પણ સમાપ્ત થઈ જશે. રેસ્ટોરન્ટ મોડી રાત સુધી ખુલ્લી રહી શકશે.
દિલ્હીમાં 1લી એપ્રિલથી તમામ શાળાઓ સંપૂર્ણ રીતે ખોલવામાં આવશે. હવે 1 એપ્રિલથી શાળા સંપૂર્ણપણે ઓફલાઈન ક્લાસ લેવાશે. ઉપરાંત દિલ્હીમાં બસો અને મેટ્રોમાં ઉભા રહીને મુસાફરી કરવાની પણ પરવાનગી આપી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












