નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: યુક્રેનમાં ફસાયેલા ઘણા ભારતીય વિદ્યાર્થીઓને બંકરોમાં રહેવાની ફરજ પડી છે. તેમણે છેલ્લા ૨૪ કલાકથી કંઈપણ ખાધું નથી કે પીધું નથી. વિદ્યાર્થીઓએ ભારત સરકારને વહેલી તકે મદદ કરવા અપીલ કરી છે. યુક્રેન પર રશિયાના હુમલા વધુ તીવ્ર બન્યા છે. કિવ પર કબજો કરવા માટે પુતિનની સેના હવે ચારેબાજુથી આક્રમણ કરી રહી છે. આ દરમિયાન યુક્રેનથી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો યૂક્રેનમાં ફસાયેલા એક ભારતીય સ્ટુડન્ટનો છે, જેમાં વિદ્યાર્થિની ભારત સરકારને મદદ માટે ભાવુક અપીલ કરી રહી છે.
વીડિયોમાં વિદ્યાર્થિનીએ પોતાનું નામ મેઘના બતાવ્યુ છે. તે કહે છે કે તે બેંગલુરુની છે. ભારત સરકારને અપીલ કરતાં મેઘના કહે છે કે, ભારતીય વિદ્યાર્થીઓ સમગ્ર યુક્રેનમાં ફસાયેલા છે. તેઓ છેલ્લા 24 કલાકથી ભોજન વગર જીવવા મજબૂર બન્યા છે. “અમારા માટે કોઈ વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી નથી. અમને અહીં બંકરમાં રહેવાની ફરજ પડી છે. અહીં રહેવું ખૂબ જ મુશ્કેલ છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે. અમે વિનંતી કરીએ છીએ, કૃપા કરીને શક્ય તેટલી વહેલી તકે અમને મદદ કરો. આ પછી મેઘનાનો ભાઈ પણ બોલે છે. મારી બહેનને પાછી લાવવામાં મને મદદ કરો. અમે યુક્રેનમાં અટવાયા છે. શું તમે મને મદદ કરી શકો.”
આ વીડિયોને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, બંકરમાંથી ભારતીય વિદ્યાર્થીઓનું આ દ્રશ્ય ખલેલ પહોંચાડે તેવું છે. યુક્રેન પર થયેલા હુમલામાં ઘણા લોકો ફસાયા છે. તેમણે ભારત સરકારને અપીલ કરી હતી કે, વહેલી તકે યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં આવે.
Visuals of Indian students in bunkers are disturbing. Many are stuck in eastern Ukraine which is under heavy attack.
My thoughts are with their worried family members. Again, I appeal to GOI to execute urgent evacuation. pic.twitter.com/alem9nYNgr
— Rahul Gandhi (@RahulGandhi) February 26, 2022
યુક્રેનના ખારકીવમાં ફસાયેલી અન્ય એક વિદ્યાર્થિની લક્ષ્મીનું નિવેદન પણ સામે આવ્યું છે. લક્ષ્મી કહે છે, અમને અહીં વિસ્ફોટોનો અવાજ સંભળાય છે. ફાયરિંગ થાય છે. અમે એકલા સુપરમાર્કેટમાં જઈ શકતા નથી. આવી સ્થિતિમાં, રોમાનિયાની સરહદ પર કેવી રીતે જવું, જે આપણાથી 2000 કિલોમીટર દૂર છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












