નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં જુનાગઢના જંગલોમાં સિંહ જોવા મળતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સિંહ શિકારની શોધમાં જંગલોમાંથી બહાર નીકળી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવી પહોંચતા હોય તેવા કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લાના સિંહ આવી ગયો હોવાનું સામે આવ્યું છે. આ સિંહએ એક વ્યક્તિ પર હુમલો પણ કર્યો છે.
અમદાવાદમાં અગાઉ દીપડો આવી ગયો હોવાના અનેક કિસ્સા અમે આવ્યા છે. ત્યારે આ વખતે સિંહ પણ અમદાવાદમાં લટાર મારતો હોવાનું સામે આવ્યું છે. ભાવનગરના વલ્લભીપુરમાં જોવા મળેલા સિંહનું લોકેશન બદલાયું છે. જે હાલ અમદાવાદનાં ધંધુકા તાલુકાનાં બાવળીયારી ગામે આવી પહોંચ્યો છે. બાવળીયારી ગામમાં સિંહ આવી જતાં લોકોમાં ફફડાટ થયો છે. સિંહનું લોકેશન મળતા વન વિભાગે ગ્રામજનોને હાલ સાવધાન કર્યા છે. લોકોને સિંહથી દૂર રહેવા અને કોઈ જાતની કનડગત ન કરવા અપીલ કરી છે.
બાવળિયારીમાં સિંહ જોવા મળતા ભાવનગર વનવિભાગે અમદાવાદ વનવિભાગને સિંહ અંગે જાણ કરી હતી. સિંહના પગમાં પહેલાથી GPS રેડિયો કોલર પહેરવેલું હોવાથી વનવિભાગના અધિકારીઓ સિંહની મુવમેન્ટ પર નજર રાખી રહ્યા છે. અમદાવાદની હદમાં આવી ચડેલા સિંહ દ્વારા હુમલાનો પ્રથમ બનાવ સામે આવ્યો હતો. ગામના લોકોને સિંહ અંગે પુરતી માહિતી નહી હોવાથી લોકો પણ સિંહને જોઇને ગભરાય છે અને તેઓ ગભરાઇને કોઇ પણ પ્રતિક્રિયા આપે તો સિંહ પણ ગભરાય છે અને તેમના પર હૂમલો કરી દે છે. આ ભીતી વનવિભાગને પહેલાથી જ હતી. જેના કારણે વનવિભાગે એડવાઇઝરી પણ જાહેર કરી હતી.
જસવંતપુરા ગામના એક વ્યક્તિએ નજીકથી જોવાનો પ્રયાસ કરતા સિંહે હુમલો કર્યો હતો. જસવંતપુરા ગામના ખોડુભાઈ ચુડાસમા પર સિંહે હુમલો કર્યો હતો. વનવિભાગની વારંવાર સૂચના છતાં અમુક લોકો સિંહને નજીકથી જોવાનો મોહ રાખતા હોય છે. તેવામાં આ વ્યક્તિને સિંહને નજીકથી જોવાની ઇચ્છા ભારે પડી હતી. સિંહના હુમલામાં સમાન્ય ઈજા થતાં આ વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












