દેવલ જાદવ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદ સ્થિત કર્ણાવતી યુનિવર્સિટીમાં આજે અમદાવાદ ડિઝાઇન વીકનો આરંભ કરવામાં આવ્યો છે. અમદાવાદ ડિઝાઇન વીકના આરંભ માટે આજે કર્ણાવતી યુનિવર્સિટીમાં CDS એમ એમ નરવાનેએ હાજરી આપી હતી. તેમની સાથે ભારતીય સેનાના અન્ય અધિકારીઓએ પણ હજાર રહ્યા હતા. સામાન્ય રીતે ડિઝાઇન શબ્દ સાંભળતા જ આપણે ડિઝાઇનને ફેશન સાથે સાંકળી લઈએ છે, પરંતુ અહિયાં ડિઝાઇનનો અર્થ ભારતીય સેનાના ઉપકરણો માટેની નવી નવી ડિઝાઇન છે.
કાર્યક્રમમાં CDS એમ એમ નરવાનેની સાથે એર માર્શલ રવીન્દ્ર કુમાર ધીર તેમજ ભારતના જાણીતા ફિલ્મ ડિરેક્ટર અને ફિલ્મ મેકર પ્રહલાદ કક્કર હજાર રહ્યા હતા. કાર્યક્રમના આરંભ બાદ એક એક્સિબિશન ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું જેમાં ભારતની અલગ અલગ જગ્યાએથી વિદ્યાર્થીઓએ અને કંપની દ્વારા ડિફેન્સ અને એરોસ્પેસ ક્ષેત્રમાં કરવામાં આવેલા ઇનોવેશનની પ્રદર્શની ગોઠવવામાં આવી હતી.

કાર્યક્રમમાં CDS એમ એમ નરવાનેએ જણાવ્યુ હતું કે, “મને જ્યારે અમદાવાદ ડિઝાઇન વીકમાં ગેસ્ટ તરીકે ઇનવિટેશન મળ્યું ત્યારે મને સંકોચ થયો હતો,કારણ કે જ્યારે ડિઝાઇન શબ્દ સાંભળ્યો યારે મને લાગ્યું કે ફેશન ડિઝાઇનની વાત છે. પછી મે જ્યારે બધુ વચાયું ત્યારે ખબર પડી કે આ હકીકતમાં ડિફેન્સ અને એરોસ્પેસ ક્ષેત્રમાં ડિઝાઇન માટેનો કાર્યક્રમ છે. દરેક ક્ષેત્રમાં ઇનોવેશન જરૂરી છે. એક કહેવત છે કે એક વ્યક્તિ એક જ નદીમાં બે વાર નથી પગ નથી મૂકતો, કારણ કે આ નદીનું પાણી બદલાઈ ગયું છે અને તે વ્યક્તિ પણ બદલાઈ ગયો છે. આપણી આસપાસ સતત બદલાવ થઈ રહ્યો છે જો સમય સાથે આપણે બદઈશું નહીં તો આપણે ઇતિહાસ બની જઈશું અને આ બદલાવ માટે ડિઝાઇન જરૂરી છે. જેના આપણે ઘણા ઉદાહરણ જોયા છે. હિંદુસ્તાન મશીન ટૂલ્સ (HMT) નામની એક ઘડિયાળની કંપની હતી, જે સમય સાથે બદલાઈ નહીં અને આજે તેનું નામ પણ ક્યાય સાંભળવા મળતું નથી. જ્યારે આપણે વિચારીએ છે ત્યારે લાગે છે કે બદલાવ જરૂરી છે.”

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “ડિઝાઇનનો મતલબ માત્ર પ્રોડક્ટ નથી ડિઝાઇન એક પ્રોસેસ છે. ડિઝાઇનમાં 4 ડીનો સમાવેશ થાય છે, ડિસ્કવર, ડિફાઇન, ડેવલોપ અને ડિલિવર. કોઈ પ્રોડક્ટમાં શું પ્રોબ્લેમ છે તે ડિસ્કવર કરો, પછી પ્રોબ્લેમને ડિફાઇન કરો, પછી તેની નવી ડિઝાઇન બનાવીને પ્રોડક્ટ ડેવલોપ કરો અને પછી ડિલિવર કરો. કેટલીક વાર ઘણા મોટા બદલાવણી જરૂર નથી હોતી નાના નાના બદલાવ પણ આગળ જતાં મોટો ફાયદો કરાવે છે.”

ભારતીય સેનાની વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, “અલગ અલગ ડિઝાઇન દ્વારા સેનાની મદદ થઈ શકે છે. સેનાનો પહેરવેશ અપગ્રેડ કરવો, બંકરમાં ફેરફાર કરવા જેના કારણે તે ઓછી જગ્યામાં વધારે વસ્તુ સમાવી શકે આવા બધા નાના નાના ઇનોવેશનથી ભારતીય સેનાની પણ મદદ થઈ શકે છે. જેવી રીતે હમણાં થોડા સમય અગાઉ કેટલાક વિદ્યાર્થીઓએ દ્રોણાચાર્ય બનાવ્યું હતું જે ભવિષ્યમાં સેનાને ખૂબ જ ઉપયોગી થસે. આ વિદ્યાર્થીઓએ એચએએલ DRDO સાથે મળીને આ પ્રકારના નવા ડ્રોન પર કામ કરી રહ્યા છે જેના કારણે ભવિષ્યમાં સેનાને ઘણો લાભ થશે.”

CDS એમ એમ નરવાનેના અભિવાદન બાદ ડિફેન્સ અને એરોસ્પેસના એકસીબિશનને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. આ એકસીબિશનમા અલગ અલગ પ્રકારના ડ્રોન, સેના માટેના અલગ અલગ સાધનો, વિવિધ પ્રકારના કેમેરા, સેનાના પહેરવાના કપડાં, પ્લેન્સ, રોકેટ વગેરે જેવી આધુનિક અને નવી વસ્તુઓની પ્રદર્શની રાખવામા આવી છે.

![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












