નવજીવન ન્યૂઝ શ્રીલંકા સામે પહેલી ટી-20માં ભારતીય બેટ્સમેન્સે કમાલની ગેમ રમી બતાવી હતી. ખાસ કરીને ઈશાન કિશનની જોરદાર 89 રનની ગેમ, તે ઉપરાંત શ્રેયસ ઐયરે પણ ધમાલ મચાવતા 56 રન બનાવ્યા હતા. જે પછી ભારતીય બોલર્સે પણ પોતાનું સારું પ્રદર્શન બતાવ્યું હતું અને શ્રીલંકાના બેટ્સમેન્સની હાલત બગાડી દીધી હતી. ત્યાં જ ઘણા દિવસો પછી ટીમમાં એન્ટ્રી કરી રહેલા રવિન્દ્ર જાડેજાએ ભલે બેટિંગથી કોઈ કમાલ કર્યો નહીં પરંતુ પોતાની બોલીંગથી તેણે દિનેશ ચાંદીમલને કિશનના હાથે સ્ટંપ આઉટ કરાવી વિકેટ હાંસલ કરી હતી. આપને જણાવી દઈએ કે તે પછી જાડેજાએ પુષ્પા ઝુકેગા નહીં વાળા અંદાજમાં પોતાની ખુશી વ્યક્ત કરતાં તેના ફેન્સનું દિલ જીતી લીધું હતું. જાડેજાએ 10મી ઓવરમાં ચાંદીમલને સ્ટંપ આઉટ કરી પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો. જાડેજાની આ સ્ટાઈલ મહેફીલ લૂંટી લેનારી હતી.
આપને અહીં જણાવીએ કે મેં ઝુકેગા નહીં ડાયલોગ હાલમાં જ રિલિઝ થયેલી સાઉથના સ્ટાઈલીશ સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાનો છે, હાલના સમયમાં આ ફિલના આ ડાયલોગે ધૂમ મચાવી મુકી છે. તેવામાં જાડેજાએ વિકેટ લીધા પછી આ એક્ટને રિપિટ કરતાં ફેન્સ નાચવા પર મજબુર થઈ ગયા હતા. સીએસકેએ પણ પોતાના ટ્વીટર પર જાડેજાના મેં ઝુકેગા નહીં વાળા અંદાજને શેર કર્યો છે.
મેચની વાત કરીએ તો ભારતે શ્રીલંકાને 62 રનથી હરાવી દીધું છે. ભારતે પહેલા રમતા 2 વિકેટ પર 199 રન બનાવ્યા હતા જે પછી શ્રીલંકાની ટીમ 6 વિકેટ પર 137 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી ભુવી વને 2 વિકેટ લીધી તો વેંકટેશ ઐયરે પણ 2 વિકેટ લઈને ભારતને સરળતા સાથે જીત અપાવી હતી. યુજવેંદ્ર ચહલના નામે વિકેટ રહી. ચહલ ટી 20 ઈંટરનેશનલમાં ભારતની તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.
Ravindra Pushpa Raj 🔥 @imjadeja#INDvSL #WhistlePodu 🦁💛
📷 : @BCCI pic.twitter.com/busnyI29ms— Chennai Super Kings – Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) February 24, 2022

![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












