જયંત દાફડા (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): અમદાવાદના ઝોન 7ના ડીએસપી પ્રેમસુખ ડેલુએ તાજેતરમાં જ સરખેજ, જુહાપુરા જેવા વિસ્તારોમાં ચાલતી ગેંગ અને તેમના સભ્યનો ખાતમો બોલાયો હતો. ઉપરાંત ગેરકાયદે જમીનો અને બાંધકામો પણ પોતે હજાર રહીને તોડી પડાવ્યા હતા. ઘણા વર્ષો બાદ કોઈ ડીસીપીએ આ પ્રકારની કાર્યવાહી કરતાં લોકો પણ ગેંગથી ભય મુક્ત બન્યા હતા. સામાન્યતઃ રાજાઓ નગરચર્યામાં નિકળતા અને તેમાં તેમને પોતાના રાજ્યની સ્થિતિનો તાગ મેળવવામાં મદદ મળતી હતી. આવું જ કાંઈક અમદાવાદના આ ડીસીપીએ પણ કર્યું છે.

હાલ ડીસીપી પ્રેમસુખ ડેલુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ડીસીપી સિવિલ ડ્રેસમાં એકલા પોતાના વિસ્તારમાં ચાલતા નીકળ્યા હતા. તેમને હતું કે કોઈ ઓળખી નહીં શકે જો કે લોકોએ તેમને ઓળખી લીધા હતા અને તેમને હાથ મિલાવવા તથા મળવા માટે આવી પહોંચ્યા હતા. જેવી રીતે કોઈ સેલિબ્રિટિ રોડ પર નીકળી હોય તેમ તેમના ચાલકો તેમને મળવા પહોંચતા હોય તેવા દ્રશ્ય ડીસીપી પ્રેમસુખ ડેલુ સાથે સર્જાયા હતા. વાહન ચાલકો પણ ડીસીપીને જોઈને ઊભા રહી ગયા હતા. અહીં વીડિયોમાં આપ જોશો જ્યારે ડીસીપી બોલે છે કે હું તો ફક્ત લોકોને મળવા જ આવ્યો હતો ત્યારે લોકો બોલી રહ્યા છે કે, જુઓ કેટલો પ્રેમ આપે છે. આ છે ડીસીપી ડેલુ સાહેબ બધાના હાલચાલ પુછવા નીકળ્યા છે. લોકોની ખુશી પણ વીડિયોમાં જોવા મળી રહી છે.

સમગ્ર બાબતે ડીસીપી પ્રેમસુખ ડેલુ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, જ્યારે અમે લોકો બહાર નીકળતા હોઈએ છે ત્યારે ઘણી વાર લોકો મને ઓળખી જતાં હોય છે. હું નોર્મળી લોકો સાથે વાતચીત કરવા અને હાલ ચાલ પૂછવા માટે ઘણી વાર આવી રીતે નીકળતો રહેતો હોઉ છું.
વધુમાં જણાવ્યા કહ્યું કે, જુહાપુરા, ફતેહવાડી, સરખેજ, સિંધુભવન, સેટેલાઈટ જેવા વિસ્તારમાં હું નીકળ્યો હતો. તે દરમિયાન જુહાપુરા અને સિંધુભવન રોડ પર લોકો મને ઓળખી ગયા હતા અને મળવા માટે આવી રહ્યા હતા. જે વીડિયો છે તે આ જગ્યાનો બહાર આવ્યો છે. લોકોની વચ્ચે જવામાં કઈ વાત નો ડર હોય..? લોકો માટે સારું કામ કરીયે છે, સરકારે અમને લોકો માટે નિયુક્ત કર્યા છે અને આ અમારી ડ્યૂટી છે. અમે કઈ અલગ કરતાં નથી, ફૂટ પેટ્રોલીંગ કરીને વિસ્તારમાં વધુમાં વધુ ધ્યાન રાખીએ છે, હું લોકોને સામેથી જઈને પૂછું છું તમને કોઈ તફલિફ તો નથી.. હોય તો અમારી પાસે આવો…
અમદાવાદ: DCP પ્રેમસુખ ડેલુ વર્દીને બદલે સિવિલ ડ્રેસમાં નીકળ્યા લોકો વચ્ચે, જુઓ કેવો માહોલ સર્જાયો#Ahmedabad #DCPDelu #PremSukhDelu #DCPZone7 pic.twitter.com/cvAlMKJehW
— Navajivan News (@NavajivanNews) February 25, 2022
![]() |
![]() |
![]() |

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












