Tuesday, June 30, 2026
HomeGeneralયુક્રેન મુદ્દે હાર્દિક પટેલ આક્રમકઃ કહ્યું, શરમજનક છે કે આપણા દેશની એરલાઈન્સ...

યુક્રેન મુદ્દે હાર્દિક પટેલ આક્રમકઃ કહ્યું, શરમજનક છે કે આપણા દેશની એરલાઈન્સ નથી જે હતી તે પણ વેચી દીધી, PM માટે પ્લેન લેવાય છે

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ દ્વારા હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ભારતીયો જે યુક્રેનમાં ફસાયા છે તેમને લઈ આક્રમક નિવેદન કરવામાં આવ્યું છે. તેમણે આ મુદ્દે સરકારને આડેહાથ લીધી છે. તેમણે કહ્યું કે આપણા માટે શરમજનક છે કે આપણે વિશ્વની સૌથી મોટી ડેમોક્રેસીમાં બીજા સ્થાને છીએ છત્તાં આપણી પાસે પોતાની એરલાઈન્સ નથી અને જે હતી તે પણ વેચી દેવાઈ છે. તેમણે આ ઉપરાંત વડાપ્રધાન માટે લેવાયેલા પ્લેનનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે આપણા લોકો કે જે યુક્રેનમાં ફસાયા છે તે બધાને વતન પાછા આવવા લેવાતી ટીકીટ પેટેની મોટી રકમ સામે વાંધો ઉઠાવ્યો છે.



હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર કહ્યું કે, હાલના સમયે જ્યારે આપણા હજારો વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે ત્યારે શરમજનક બાબત એ છે કે દુનિયાની બીજી સૌથી મોટી લોકશાહી હોવા છત્તાં આપણી પાસે પોતાની એરલાઈન્સ નથી અને જે હતી તે વેચી દેવાઈ છે. છેલ્લા 7થી 8 કલાકમાં આપણે એવી ઢગલો કહાનીઓ જાણી કે નવું પ્લેન પ્રધાનમંત્રી માટે લેવાયું, પોલીટીકલ પાર્ટીઓ અને નેતાઓ પોતાના કેમ્પેઈન માટે ચોપર વાપરે છે પણ આપણા વિદ્યાર્થીઓ કેવી રીતે ટીકીટ લઈ શકે છે જ્યારે તેની કિંમતો લાખોમાં છે?





- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular