Monday, June 22, 2026
HomeGeneralવડોદરા: ભાજપના એક કોર્પોરેટરે ખોટી રીતે વિલ બનાવી લીધું હોવાનો એક વૃદ્ધનો...

વડોદરા: ભાજપના એક કોર્પોરેટરે ખોટી રીતે વિલ બનાવી લીધું હોવાનો એક વૃદ્ધનો આક્ષેપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: ચૂંટણી સમયે જે નેતાઓ લોકોની સાથે રહીને તેમની સેવા કરતાં હોય છે તેમણે ચૂંટણી જીતી ગયા પછી નાગરિકોની કેવી હાલત કરે છે તેનો તાજો કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. ભાજપના એક કોર્પોરેટર દ્વારા એક વૃધ્ધને અંધારમાં રાખીને તેમની તમામ સંપત્તિનું વિલ બનાવીને પોતાની પુત્રીના નામે કરાવી લીધી હોવાના આક્ષેપ થયા છે. વડોદરાના વોર્ડ નં 3ના ભાજપના કોર્પોરેટર છાયા ખરાડીએ એક અસહાય વૃદ્ધની સેવાચાકરી કરીને તેમની પાસે વિલ લખવી લીધું હતું તેવા આક્ષેપ આ વૃદ્ધે કર્યા છે.




હોસ્પિટલ જવાનું કહી કુબેર ભવન લઈ ગયા અને…

આ સંદર્ભે ભોગબનનાર ગોપાલભાઈ શાહે જણાવ્યુ હતું કે, “મારી પત્નીનું વર્ષ 2015માં અવસાન થયું હતું અને અમારે કોઈ સંતાન ન હોવાને કારણે ત્યાર બાદ હું અજીતાનગરમાં એકલો રહું છું. અમારા વિસ્તારના કોર્પોરેટર છાયાબેન સાથે હું છેલ્લા 4 વર્ષથી સંપર્કમાં હતો. ચૂંટણી સમયે પણ ઘણી વાર તેમને મળવાનું થયું હતું. વર્ષ 2021માં જ્યારે હું બીમાર થયો ત્યારે વધતી ઉંમરના કારણે અશક્તી વધારે રહેતી હતી. ત્યારે મે છાયાબેનની મદદ માગી હતી, ત્યારે તેમણે અને તેમની દીકરીએ મને થોડા સમય સુધી મદદ કરી ત્યાં સુધી બધુ ઠીક હતું પરંતુ મને તેમણે તબિયત વધારે ખરાબ છે હોસ્પિટલ જવું પડશે તેવું કહીને મને કુબેર ભવન લઈ ગયા હતા, જ્યાં કેટલાક દસ્તાવેજ પર મારી સહી કરવી લીધી હતી અને મને ઘરે મૂકી ગયા હતા.”




શહેર પ્રમુખે કરી મદદ અને પછી…
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “થોડા દિવસ વીતી ગયા બાદ તેમણે મને જણાવ્યુ હતું કે તેમણે આવી રીતે મારૂ વિલ તેમની દીકરી નીતિ ખરાડીના નામે બનાવી લીધું છે. ત્યારે મે તેમણે જણાવ્યુ કે આવી ખોટી રીતે વિલ બનાવી લેવું તે ફોજદારી ગુનો છે, ત્યાર બાદ તેમનું વર્તન બદલાઈ ગયું હતું અને મને વિલની કોઈ કોપી પણ આપી ન હતી. વિલમાં મારૂ ત્રણ માળનું ઘર, ફિક્સ ડિપોઝિટ, સેવિંગ્સ એકાઉન્ટ અને દાગીનાનો સમાવેશ થાય જે મારા મૃત્યુ બાદ નીતિ ખરાડીનું થઈ જશે. આ ઉપરાંત ઘરમાં એક ડોલચામાં વીંટી અને તિજોરીની ચાવી રાખતો હતો તે પણ આ અરસામાં ગાયબ થઈ ગયું છે.”

- Advertisement -

આ અંગે તેમણે અનેક જગ્યાએ ફરિયાદ કરી તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો ત્યાર બાદ તેમણે વડોદરાના ભાજપના શહેર પ્રમુખ ડૉ વિજય શાહનો સંપર્ક કર્યો અને તેમને આ અંગે જાણ કરી હતી. ડૉ વિજય શાહના કહેવાના લીધે તેમનું વિલ કેન્સલ કરવાની કાર્યવાહી તો થઈ ગઈ પરંતુ હજુ સુધી વીંટી અને તિજોરીની ચાવી તેમને પરત મળી નથી તેવું તેમણે જણાવ્યુ હતું.







- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular