નવજીવન ન્યૂઝ.અરવલ્લી: અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પરસોડા ગામ તથા આસપાસના ગામના ખેડૂતો દ્વારા ગામ પાસેથી પસાર થતી વાત્રક નદીમાં વૈડી ડેમમાંથી પાણી છોડવા માંગ ખેડૂતો એ નદીમાં બેસી કરી રામધૂન બોલાવી હતી.
માલપુર તાલુકા ના 4 ગામ અને મેઘરજ તાલુકા ના 6 થી 7 ગામ વાત્રક નદી ને કિનારે વસેલા છે. વાત્રક નદીમાં ચાલુ ચોમાસા સિઝનમાં વરસાદ ઓછો થયો હોવાથી નદી નાડા સુકાઈ જવા પામ્યા છે. જેથી વાત્રક નદી કિનારાના માલપુર અને મેઘરજ તાલુકાના 15 થી વધુ ગામના ખેડૂતોને શિયાળુ પાક મુરજાવાની સ્થિતિમાં છે. ખેડૂતોએ વાવેતર કરેલ બટાકા ચણા ઘઉં વરિયાળીના પાક માં ખૂબ મહેનત કરીને તૈયાર કર્યો છે. લગભગ 500 કરતા પણ વધુ ખેડૂતોની આઠથી દસ હજાર હેક્ટર જમીનમાં કરેલ વાવેતરને હવે પાણીની જરૂર છે.
હાલ વાત્રક નદી સૂકી ભટ ભાસેછે નદી સુકાઈ ગઈ હોવાથી આસપાસ ના બોર કુવા માં પણ પાણી નું લેવલ ઘટી ગયું છે. જેથી ખેડૂતો સિંચાઈના પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે. વાત્રક નદી પર આવેલા પરસોડા ગામના તથા આસપાસના ખેડૂતો એ પોતાની વેદના મીડિયા સમક્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વાત્રક નદી પર મેઘરજ તાલુકામાં વૈડી ડેમ ચાલુ ચોમાસે સો ટકા ભરાયો છે. પરંતુ આ ડેમમાંથી પાણી છોડવામાં આવતું નથી. જેથી આગળના ગામોમાં પસાર થતી વાત્રક નદી બિલકુલ સૂકી જણાય છે. જો વૈડી ડેમમાંથી પાણી વાત્રક નદીમાં છોડવામાં આવે તો મેઘરજ પછી ના વાત્રક નદી કિનારા ના તમામ ગામો ના ખેડૂતો ને પાણી મળી શકે અને મુરાજાતા ખેતીપાક ને જીવતદાન મળી શકે જેથી માલપુર ના પરસોડા અને આસપાસના ખેડૂતો ની માંગ છે કે વાત્રક નદીમાં વૈડી ડેમમાંથી પાણી છોડવામાં આવે ખેડૂતો દ્વારા વાત્રક નદીમાં પાણી છોડવાની માંગ સાથે રામધૂન પણ કરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












