નવજીવન ન્યૂઝ. સુરતઃ સુરતમાં ડભોલી વિસ્તારમાં એક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બિલ્ડિંગમાં બીજા માળે ભયંકર આગ લાગી હતી. જેના કારણે 30 જેટલા લોકો ત્રીજા માળે ફસાયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી. મળતી માહિતી મુજબ અત્યારે ફાયરબ્રિગેડ દ્વારા ફસાયેલા તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
સુરતના ડભોલી વિસ્તારમાં એકાએક એક બિલ્ડિંગમાં બીજા માળે આગ લાગવાને કારણે ત્રીજા માળે 30 લોકો ફસાયા હતા. જોકે આગની ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ફસાયેલા લોકોને હાઈડ્રોલિક સીડીની મદદથી ત્રીજે માલ ફસાયેલા લોકોને ફાયરબ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે.
બિલ્ડિંગમાં આગ લાગવાના કારણે મોટા પ્રમાણમાં ધુમાડાના વાદળો બની ગયા હતા જેના કારણે લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને બિલ્ડિંગની બહાર મોટા પ્રમાણમાં ટ્રાફિકજામની દૃશ્યો સર્જાયા હતા. આગ પર અત્યારે આંશિક કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કોઈ જાનહાનિ ન થઈ હોવાની વિગતો સામે આવી રહી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












