નવજીવન ન્યૂઝ. અરવલ્લી : અરવલ્લી જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન હિરેન પટેલ અને તેના ૬ જેટલા મિત્રોએ જીલ્લા એસપી કચેરી સામે આવેલ ખાનગી હોસ્ટેલના રેકટર પર બે વર્ષ અગાઉ ઘાતકી હુમલો કરતા ભારે ચકચાર મચી હતી. આ અંગે ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાતા હિરેન પટેલ અને ૬ વ્યક્તીઓએ સેશન કોર્ટમાં જામીન ન મળતા હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. આ સમય દરમિયાન કોરોના સંક્રમણના પગલે કોર્ટનું કામકાજ સ્થગીત રહેતા છેલ્લા બે વર્ષથી હિરેન પટેલ અને તેના સાગરીતોને છુટ્ટો દોર મળી ગયો હતો. આખરે કોરોના સંક્રમણ ઘટતા હાઇકોર્ટે હિરેન પટેલ અને પૂર્વગ પટેલના આગોતરા જામીન માટેની અરજી ગુન્હાની ગંભીરતા પગલે અરજી ફગાવી દેતા હિરેન પટેલ અને પૂર્વગ પટેલ પોલીસ ધરપકડથી બચવા ભૂગર્ભ ઉતરી ગયા છે. જો કે આ કેસમાં અન્ય ૪ શખ્સોના હાઈકોર્ટે જામીન મંજુર કર્યા હતા જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન હિરેન પટેલના જામીન નામંજુર થતા રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. ટાઉન પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
અરવલ્લી જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરેમેન હિરેન પટેલ તેમના મિત્રો સાથે બે વર્ષ અગાઉ જીલ્લા સેવાસદન સામે આવેલી હોસ્ટેલ નીચે બેઠા હતા ત્યારે હોસ્ટેલમાં કૂતરું આવી જતા રેકટરે કૂતરાને ભગાડવાનો પ્રયત્ન કરતા હિરેન પટેલ અને તેના મિત્રોને રેકટર તેમને બોલતો હોવાનું લાગી આવતા હોસ્ટેલમાં પહોંચી રેકટર અને આનંદ પટેલને પર જીવલેણ હુમલો કરતા ભારે ચકચાર મચી હતી. આ અંગે હુમલાનો ભોગ બનેલ વ્યક્તિએ આ અંગે ટાઉન પોલીસ સ્ટશનમાં ફરિયાદ નોંધાવી હુમલાના સીસીટીવી કેમેરા રેકોર્ડીંગ આપ્યા હતા. હુમલાની ફરિયાદ નોંધાતા આરોપીઓ ભૂગર્ભ ઉતરી જતા પોલીસ પકડથી દૂર રહેતા કચ્છી પટેલ સમાજે ઉમિયા મંદિરથી રેલી કાઢી જીલ્લા પોલીસવડા અને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું હિરેન પટેલ સહીત આરોપીઓએ સેશન કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરતા જામીન ના મંજુર કરતા હાઈકોર્ટમાં અરજી કરતા હાઈકોર્ટે ગુન્હાની ગંભીરતા સમજી બે મુખ્ય આરોપીના જામીન અરજી ફગાવી દીધી છે.
આ અંગે આનંદ પોકારે જીલ્લા પોલીસવડાને અરજી કરી જામીન અરજી રદ થયેલ બંને આરોપીઓની તાત્કાલીક ધોરણે ધરપકડ કરવામાં આવેની માંગ કરી છે. બીજીબાજુ સોશ્યલ મીડિયામાં પણ બાંધકામ સમિતિના ચેરમેનની જામીન અરજી હાઈકોર્ટમાં ખારીજ થતા હાઈકોર્ટના નિર્ણયને આવકાર્યો હતો અને સત્યનો વિજય થયો હોવાની પોસ્ટ વાયરલ કરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












